Kashmir TOB Anti-Terrorism: પહાડોની ઊંચાઈ પર આતંકીઓનો ‘કાળ’ બનશે CRPF, ઘાટીમાં આતંકનો સફાયો કરવા સેનાએ તૈયાર કર્યા ૪૩ સ્પેશિયલ ટેમ્પરરી બેઝ

Arati Parmar
3 Min Read

Kashmir TOB Anti-Terrorism: જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં ગયા વર્ષે ૨૨ એપ્રિલે બૈસરન ખીણમાં થયેલા આતંકી હુમલા બાદ આતંકવાદીઓએ પોતાની એટેક પેટર્ન બદલી છે. હવે આતંકવાદીઓ જમ્મુ-કાશ્મીરના નીચલા વિસ્તારો કરતા બરફથી ઢંકાયેલા અને પહાડોમાં ઊંચાઈ પર આવેલા એવા વિસ્તારોને નિશાન બનાવવાની ફિરાકમાં છે જ્યાં પ્રવાસીઓ વધુ જતા હોય છે.

CRPF એ પેટર્ન બદલી

આ બાબતને ધ્યાનમાં રાખીને જમ્મુ-કાશ્મીર પોલીસ અને CRPF સહિત અન્ય ફોર્સે પણ પોતાની પેટર્ન બદલી છે. જેના કારણે હવે CRPF પહાડોમાં બરફથી ઢંકાયેલી ચોટીઓ પર ટેમ્પરરી પોલીસ પોસ્ટના રૂપમાં પોતાના TOB એટલે કે ‘ટેમ્પરરી ઓપરેટિંગ બેઝ’ બનાવી રહી છે. CRPF ના સૂત્રોએ જણાવ્યું કે ગયા વર્ષે બૈસરન ટેરર એટેક પછી અત્યાર સુધીમાં જમ્મુ-કાશ્મીરમાં પહાડોમાં ૬ હજાર અને તેનાથી પણ વધુ ઊંચાઈ પર આવા ૪૩ TOB બનાવવામાં આવ્યા છે.

- Advertisement -

પહાડો પર બનાવવામાં આવ્યા TOB

આ ૪૩ TOB માંથી ૧૭ જમ્મુ રીજનમાં અને ૨૬ કાશ્મીરમાં બરફથી ઢંકાયેલી પહાડીઓ પર છે. આ વિસ્તારમાં સૌથી પહેલો TOB બૈસરન ખીણ પાસેના ત્રાલ-પહેલગામ રૂટ પર ખોલવામાં આવ્યો હતો. આ તમામ TOB માં સ્પેશિયલ વેપન સાથે CRPF ના જવાનો હંમેશા તૈનાત રહે છે. જરૂરિયાત મુજબ જમ્મુ-કાશ્મીર પોલીસ અને અન્ય ફોર્સના જવાનોને પણ તેમાં સામેલ કરવામાં આવી રહ્યા છે.

આતંકી ગઢમાં પણ સેનાની પહોંચ

આનો ફાયદો એ થઈ રહ્યો છે કે પહાડોની ઉપર જે વિસ્તારોને આતંકવાદીઓ ક્યારેક પોતાનો ગઢ માનીને આરામથી બેખૌફ હરફર કરતા હતા, હવે તેમની આ હિલચાલ પર રોક લાગવાનું શરૂ થયું છે. આતંકવાદીઓની ફોર્સ સાથે સતત અથડામણો થઈ રહી છે. આતંકવાદીઓને પણ હવે સમજાઈ રહ્યું છે કે તેઓ જમ્મુ-કાશ્મીરમાં નીચલા વિસ્તારોમાં તો સુરક્ષિત છે જ નહીં, પણ પહાડોમાં ઉપરના વિસ્તારોમાં પણ તેમના પર હુમલા શરૂ થઈ ગયા છે. આતંકવાદીઓને ભગાડવામાં અને તેમનો સામનો કરવામાં CRPF ના આ TOB નું મહત્વનું યોગદાન મળી રહ્યું છે.

- Advertisement -

આતંકીઓને સમય મળી જતો હતો

પહેલા આતંકવાદીઓની હાજરીની જાણ થયા પછી મોટી સંખ્યામાં ફોર્સ નીચેથી ઉપર તરફ મૂવ કરતી હતી. આનાથી આતંકવાદીઓને ભાગવા અને છુપાવવા માટે પૂરતો સમય મળી જતો હતો. પરંતુ હવે ઠેર-ઠેર TOB બનાવવામાં આવતા આતંકવાદીઓ આરામથી હિલચાલ કરી શકતા નથી.

થીજવી દે તેવી ઠંડી માટે સ્પેશિયલ ડ્રેસ

ટેમ્પરરી બેઝમાં તૈનાત જવાનોને ITBP ના જવાનોની જેમ અત્યંત ઠંડીથી બચવા માટે સ્પેશિયલ ડ્રેસ, બૂટ, ટ્રિપલ લેયર જેકેટ, ચશ્મા વગેરે આપવામાં આવ્યા છે. ઊંચાઈવાળા વિસ્તારોમાં ફોન કનેક્ટિવિટી ન હોવાથી તમામને સેટેલાઇટ ફોન આપવામાં આવ્યા છે. આ સિવાય પણ કેટલાક એવા ગેજેટ્સ આપવામાં આવ્યા છે જેનાથી તેઓ આતંકવાદીઓને જડબાતોડ જવાબ આપી શકે છે.

- Advertisement -
Share This Article