LGBTQ+ Acceptance: તમે એક યુવતી છો અને કોઈ પાર્ટી, કેફે કે મોલમાં ફરી રહ્યા છો… અને અચાનક એક યુવતી તમને ટીકી ટીકીને જોઈ રહી છે કે હલકી સ્માઈલ આપે છે
આંખોથી કંઈક ઈશારો કરે છે… તમે પણ યુવતી છો અને સામેની વ્યક્તિ પણ યુવતી જ છે.આ જ પ્રમાણે તમે યુવક છો અને સામે છેડે તે પણ યુવક છે. તેમછતાં જાણ-પહેચાન વગર તે તમને ઘુરી ઘૂરીને જુવે છે. તો તમારા મનમાં સવાલ થાય છે , કે હું આને ઓળખતી નથી તો આ કેમ મને આમ જુવે છે ?
શું મેં કઈ વિચિત્ર કપડાં પહેર્યા છે ? કેટલાક લોકો સમજી પણ જાય છે કે, “
“શું એ મને પસંદ કરે છે?”
“શું એ Lesbian હોઈ શકે?”
હા તો તમે ધારો છો તેવું હોય કંઈક આંચકાજનક પણ હોઈ શકે ..ત્યારે થોભો અને જુઓ તે કેવી રીતે આગળ વધી તમને શું કહે છે,
હા, મિત્રો અત્યારે ફ્રીડમના નામે દુનિયામાં ન જાણે શું શું થઇ રહ્યું છે ? બસ લોકોના દિમાગમાં એક જ લાઈન વસી ગઈ છે કે, જિંદગી જોરદાર જ જીવવાની , આઝાદીમાં કોઈ દખલ નહીં કે ન આઝાદી ના કોઈ સીમાડા …બસ બિન્દાસ્તગી, આવરગી અને મોજ આટલું જ જોઈએ,બાકી સામાજિક રીતિ-રિવાજો કે નિયમો સાથે અમારે શું લેવા-દેવા છે ?
આવી વિચારધારાને પગલે લોકો હવે એકસમયે ભારતમાં ગે, કે લેસ્બિયન કે બાયનરી મામલે જાહેરમાં કોઈ સાહસ કે હિંમત ન કરતા પરંતુ હવે તો ખુલીને આગળ આવે છે.પોતાનો રાઈટ માની એકરાર કરે છે.
જેમાં પણ OTT પર તો આવી કેટલીય સિરીઝ ચાલે છે, જેમ કે, તમે “મેડ ઈન હેવન ? જુવો તો તમને લાગે કે આપણી આસપાસ ઘણા ખરા Gay વસી રહ્યા છે અને એક આખું નાઈટ ક્લચર પણ કોઈ અંધારા ખુણામાં અવેલેબલ છે કે, જ્યાં આવા લોકો બિન્દાસ્ત એકબીજાને મળે છે.
ત્યારે એક ક્ષણ માટે તમારા મનમાં સવાલ આવે કે, આ third gender Acceptence આટલી વધી ગઈ છે ?
પણ અહીંથી એક રસપ્રદ દુનિયા શરૂ થાય છે…
આપણે ઘણીવાર માનીએ છીએ કે attraction એટલે માત્ર છોકરો-છોકરી.
પરંતુ દુનિયામાં એવા લોકો પણ છે જેમનું attraction પોતાના જ gender તરફ હોય છે — જેમ કે Lesbian મહિલાઓ અથવા Gay પુરુષો.
અને હવે વાત માત્ર attraction સુધી સીમિત નથી.
આજની દુનિયામાં LGBTQ+ communities, Pride events, social groups, clubs અને online communities પણ અસ્તિત્વમાં છે, જ્યાં લોકો પોતાની ઓળખ, અનુભવ અને સંબંધો વિશે ખુલ્લેઆમ વાત કરે છે.
વિશેષમાં ભારતમાં પણ LGBTQ+ માટે વિવિધ support અને community spaces વિકસ્યા છે.
“Humsafar Trust જેવી સંસ્થાઓ LGBTQ+ લોકો માટે લાંબા સમયથી કામ કરી રહી છે.
પણ સૌથી મોટો સવાલ છે,
કે શું વાસ્તવમાં ભારત ખરેખર બદલાઈ રહ્યું છે? અહીંપણ આવા રિલેશનની Acceptence વધી રહી છે ?
એક સમય હતો જ્યારે આવા વિષય પર ઘરમાં તો શું, મિત્રો વચ્ચે પણ વાત કરવી મુશ્કેલ હતી.
આજે social media, movies, OTT, Pride events અને વધતી awarenessના કારણે લોકો sexual orientation અને gender identity વિશે પહેલાં કરતાં વધારે સાંભળે અને સમજે છે.
અને અહીં એક મહત્વની વાત:
કોઈ યુવતી તમને જોઈને સ્મિત કરે કે આંખથી ઈશારો કરે એટલે એ Lesbian જ છે એવું માનવું નહીં. 😄
Attraction કોઈની આંખો, કપડાં કે દેખાવ પરથી નક્કી કરી શકાય નહીં.
પરંતુ જો કોઈ વ્યક્તિ પોતે પોતાની ઓળખ Lesbian, Gay, Bisexual, Transgender અથવા Non-binary તરીકે વ્યક્ત કરે — તો તેની ઓળખનો સમજવા પ્રયત્ન કરો.હવે આજની દુનિયા તેમને હેટ કરી શકાતા નથી.ભારતે તેને કાયદાકીય સમર્થન નથી આપ્યું પણ લોકોનો નજરીયો ચોક્કસ બદલાઈ રહ્યો છે.
વધુમાં પશ્ચિમી દેશોમાં તો આ ચર્ચા વધુ આગળ વધી છે. ત્યાં transgender અને non-binary ઓળખ વિશે પણ ખુલ્લી ચર્ચા થાય છે. કેટલાક લોકો પોતાને માત્ર “he” કે “she”માં ઓળખાવતા નથી, પરંતુ “they” જેવા gender-neutral pronouns પસંદ કરે છે.
અહીં એક વાત સમજવી જરૂરી છે — જન્મ સમયે બાળકનું sex નોંધવામાં આવે છે, પરંતુ દરેક વ્યક્તિ પોતાની gender identityને જીવનમાં અલગ રીતે અનુભવી અને વ્યક્ત કરી શકે છે. દરેક બાળક મોટું થઈને પોતાની gender identity વિશે એકસરખો નિર્ણય લે એવું નથી.અહીંની સંસ્કૃતિ હવે ધરવા લાગી છે કે, 3 He ,she સિવાય ત્રીજી જાતિ પણ છે.મીન્સ એને ઠીક લાગે તે ઓળખ તે બનાવે.
વેલ, ભારતમાં જો કે, આજેપણ આવા સંબંધો કોઈ અંધારા ખૂણે પાંગરે તે ઠીક ગણાય છે.બાકી જાહેરમાં લોકો હજી નથી ઇચ્છતા કે, આ ક્લચર પાંગરે.અહીં કોઈને ધિક્કારવાની વાત નથી. તો સમર્થનની પણ વાત નથી.આ બાબત દરેકની માન્યતા પર નિર્ભર કરે છે.અહીં કોઈનું કોઈ પ્રમોશન પણ નહીં.ફક્ત
આવી રહેલા બદલાવો અંગે એક સ્વસ્થ ચર્ચાનો અને માહિતી નો જ આશય છે.

