વિરાટ-રોહિત બાદ રવિન્દ્ર જાડેજાએ પણ T-20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી

Reena Brahmbhatt
2 Min Read

નવી દિલ્હી, 30 જૂન. સ્ટાર ખેલાડી વિરાટ કોહલી અને રોહિત શર્મા બાદ ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ પણ T-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. આ જાણકારી તેણે ઈન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા આપી હતી.

રવીન્દ્ર જાડેજાએ એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું કે, હું T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટને કૃતજ્ઞતાથી અલવિદા કહું છું. ગર્વથી દોડી રહેલા અડગ ઘોડાની જેમ, મેં હંમેશા મારા દેશ માટે મારું સર્વશ્રેષ્ઠ આપ્યું છે અને અન્ય ફોર્મેટમાં પણ કરવાનું ચાલુ રાખીશ.

- Advertisement -

ravindra jadeja

જાડેજાએ આગળ લખ્યું કે ટી20 વર્લ્ડ કપ જીતવું એ એક સપનું સાકાર થવાનું હતું, જે મારી ટી20 આંતરરાષ્ટ્રીય કારકિર્દીની ટોચ હતી. યાદો, ઉત્સાહ અને અતૂટ સમર્થન બદલ આભાર. જય હિંદ.”

- Advertisement -

T-20 વર્લ્ડ કપ 2024માં જાડેજાનું પ્રદર્શન

અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝ દ્વારા આયોજિત ICC T-20 વર્લ્ડ કપ 2024માં રવિન્દ્ર જાડેજાનું પ્રદર્શન કંઈ ખાસ નહોતું. વર્લ્ડ કપમાં તેણે આઠ મેચમાં 11.66ની એવરેજથી માત્ર 35 રન બનાવ્યા હતા. તે આખી ટુર્નામેન્ટમાં બોલિંગમાં માત્ર 1 વિકેટ લેવામાં સફળ રહ્યો હતો.

- Advertisement -

જાડેજાની T20 આંતરરાષ્ટ્રીય કારકિર્દી

રવીન્દ્ર જાડેજાએ 2009માં T-20 ઈન્ટરનેશનલમાં ભારતીય ટીમ માટે ડેબ્યુ કર્યું હતું. તેણે આ ફોર્મેટમાં કુલ 74 મેચ રમી છે. જેમાં જાડેજાએ 127.16ની સ્ટ્રાઈક રેટ અને 21.45ની એવરેજથી 515 રન બનાવ્યા અને 54 વિકેટ પોતાના નામે કરી.

ભારતીય ટીમે શનિવારે બાર્બાડોસમાં સાઉથ આફ્રિકાને સાત રનથી હરાવીને ICC T20 વર્લ્ડ કપ 2024નો ખિતાબ જીત્યો હતો. વર્લ્ડકપ ટ્રોફી જીત્યા બાદ ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી હતી. વિરાટની જાહેરાતના થોડા સમય બાદ રોહિત શર્માએ પણ T20 ઈન્ટરનેશનલમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી.

Share This Article