વી દિલ્હી, તા.13: પેરિસ ઓલિમ્પિકમાં બે કાંસ્ય ચંદ્રક જીતી ઈતિહાસ રચનાર મહિલા નિશાનેબાજ મનુ ભાકર ઓકટોબરમાં રમાનાર શૂટિંગ વર્લ્ડ કપનો હિસ્સો બનશે નહીં કારણ કે, તેણે ત્રણ મહિનાનો વિરામ લેવાનો નિર્ણય લીધો છે. મનુ ભાકરના કોચ જસપાલ રાણાએ આ જાણકારી આપી છે. 22 વર્ષીય મનુ ભાકરે પેરિસ ઓલિમ્પિકમાં 10 મીટર એર પિસ્તોલ અને 10 મીટર એર પિસ્તોલ મિકસ ટીમમાં બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. ભાકરના કોચ જસપાલ રાણાએ કહ્યંy છે કે, તે ત્રણ મહિનાનો બ્રેક લઇ રહી છે.

આથી તે ઓક્ટોબરમાં આયોજિત શૂટીંગ વર્લ્ડ કપમાં રમી શકશે તેવું હું માનતો નથી. તે લાંબા સમયથી આકરી મહેનત કરી છે. વિશ્રામ બાદ મનુ 2026 એશિયન ગેમ્સ અને કોમનવેલ્થ ગેમ્સની તૈયારી શરૂ કરશે. હાલ તે ફક્ત સામાન્ય વિરામ લઈ રહી છે. નિશાનીબાજી વિશ્વ કપ દિલ્હીમાં તા. 13થી 18 ઓકટોબર દરમિયાન રમવાનો છે. મનુ ભાકરે ઓલિમ્પિકના સમાપન સમારોહ હોકી ગોલકીપર પીઆર શ્રીજેશ સાથે ભારતીય દળની આગેવાની લીધી હતી.

