Nagaur Rajasthan: રાજસ્થાનની મામેરાની પરંપરા ફરી એકવાર સમાચારમાં છે. આ વખતે એટલું મોટું મામેરું આપવામાં આવ્યું છે કે તમે પણ સાંભળીની ચોંકી જશો. રાજસ્થાનના નાગૌર જિલ્લામાં એક લગ્નમાં 25 કરોડ રૂપિયાનું મામેરું આપવામાં આવ્યું હોવાના અહેવાલ છે. આમાં દોઢ કરોડ રૂપિયા રોકડા, અનેક કિલો સોના-ચાંદીના દાગીના, જમીન અને એક પેટ્રોલ પંપ પણ આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત, ગામના લગભગ 500 પરિવારોને ચાંદીના સિક્કા અને રોકડ પણ આપવામાં આવી હતી.
લગ્નમાં 700 લોકોએ આપી હતી હાજરી
લગ્ન 4 મેના રોજ થયા હતા. આ સમારોહમાં ભાગ લેવા માટે 100 કાર અને 4 બસો સહિત કુલ 700 લોકો પહોંચ્યા હતા. આ સમય દરમિયાન, મામેરા માટે લગ્નમાં આવેલા 500 જાટ પરિવારોને દોઢ કરોડ રૂપિયા રોકડા, 1.25 કિલો સોનું, 15 કિલો ચાંદી, 209 વિઘા જમીન, અજમેરમાં 1 પ્લોટ, પેટ્રોલ પંપ, એક-એક ચાંદીનો સિક્કો અને અન્ય લોકોને 100 રૂપિયા રોકડા આપવામાં આવ્યા હતા.