Paper Leak Rahul Gandhi: પાછલા 10 વર્ષ મા 112 પેપર લીક તો પણ સજા ઝીરો અને સપનાં? બધા ફેઈલ

Arati Parmar
2 Min Read

Paper Leak Rahul Gandhi: પાછલા 10 વર્ષ મા 112 પેપર લીક તો પણ સજા ઝીરો અને સપનાં? બધા ફેઈલ

અમદાવાદ
પરીક્ષા હોલ માં ઘડિયાળનો ટક-ટક અવાજ. હાથ માં પેન. અને દિલ માં 2 વર્ષ ની મહેનત.
પણ પેપર ખૂલે એ પહેલા જ WhatsApp પર PDF આવી જાય તો?

- Advertisement -

લોકસભા માં વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ ગઈકાલે દિલ્હી માં જે આંકડો આપ્યો એ સાંભળીને દરેક વિદ્યાર્થી અને પેરેન્ટ ની આંખ પહોળી થઈ જાય.

આંકડો શું કહે છે?
10 વર્ષમાં 112 પેપર લીક.
એટલે કે દર 10 દિવસે 1 વાર કોઈ ના કોઈ ભરતી, NEET, SSC નું પેપર લીક.
અને સૌથી મોટો સવાલ – સજા? ઝીરો.

- Advertisement -

રાહુલ ગાંધી કહે છે “લગભગ 7.5 કરોડ વિદ્યાર્થીઓ અને એમના ઘર પ્રભાવિત થયા. મધ્યમ અને ગરીબ વર્ગના છોકરાઓ સૌથી વધુ ભોગ બન્યા.”

“સરકાર હટાવો” – પોલીસનો સંદેશો
રાહુલ ગાંધીએ એક ખાનગી વાત પણ જાહેર કરી.
“જ્યારે પોલીસ મને હટાવવા આવી ત્યારે એક જવાને કાન માં કહ્યું – સરકાર હટાવો”
આ 4 શબ્દ માં આખા યુવાનો નો ગુસ્સો દેખાય છે.

- Advertisement -

સરકાર પર સીધો આક્ષેપ કરતા એ કહે “શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન જવાબદારી થી ભાગી રહ્યા છે. સરકારે વિદ્યાર્થીઓ ની માફી માંગવી જોઈએ.”

સરકારનો જવાબ શું?
બીજી બાજુ કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડા કહે છે “આ તપાસ નો વિષય છે. અમે ચોક્કસ તપાસ કરીશું અને સત્ય સામે લાવીશું. વિદ્યાર્થીઓ ના આંદોલન નું રાજકીયકરણ ના કરો.”

સવાલ બસ એક જ
112 પેપર લીક થયા. કરોડો રૂપિયા નો ધંધો થયો. પણ જેલ માં કોઈ ગયું?
જો સિસ્ટમ જ નિષ્ફળ હોય તો વિદ્યાર્થી મહેનત શાના માટે કરે?

આ લડાઈ રાજકારણ ની નથી આ લડાઈ એ છોકરાની છે જે રાતે 2 વાગ્યા સુધી ભણે છે.

Share This Article