PM Appointment in India: કહેવાય લોકશાહી… પણ પીએમ કોણ બનશે એ સત્તાધારી પાર્ટી ઈચ્છે તો પ્રજાના મત વિના પણ રાતોરાત કોઈને પીએમ બનાવીને તમારા માથે થોપી શકાય!
ભારતમાં આપણે કહીએ છીએ “પ્રજાનું શાસન એટલે લોકશાહી.”
પણ જરા વડાપ્રધાન બનવાની બંધારણીય વ્યવસ્થા જુઓ…
દેશની પ્રજાએ કોઈ વ્યક્તિને પીએમ તરીકે સીધો મત આપ્યો હોય એ જરૂરી નથી.
લોકસભાની ચૂંટણીમાં પ્રજાએ જેને સાંસદ તરીકે ચૂંટ્યો પણ ન હોય, એવી વ્યક્તિ પણ વડાપ્રધાન બની શકે છે જો તેને સંસદના કોઈ એક ગૃહનું સભ્ય બનાવવામાં આવે.
આનું સૌથી મોટું ઉદાહરણ છે મનમોહન સિંહ.
મનમોહન સિંહ લોકસભાની ચૂંટણી જીતીને PM બન્યા નહોતા. તેઓ રાજ્યસભાના સભ્ય હતા અને 2004માં વડાપ્રધાન બન્યા હતા.
એટલે ટેક્નિકલી વાત સાચી છે કે PM બનવા માટે લોકસભાની ચૂંટણી જીતવી ફરજિયાત નથી.
સત્તારૂઢ પક્ષની ટોચની નેતાગીરી કોઈ વ્યક્તિને PM તરીકે પસંદ કરી શકે છે અને ત્યારબાદ તે વ્યક્તિ રાજ્યસભા મારફતે પણ સંસદમાં રહીને PM બની શકે છે.
અહીં સવાલ બંધારણીય કાયદેસરતાનો નથી…
સવાલ છે લોકશાહીના મૂળ સિદ્ધાંતનો.
જો દેશના કરોડો લોકોએ કોઈ વ્યક્તિને લોકસભામાં ચૂંટ્યો જ નથી, તો એ વ્યક્તિ સીધી પ્રજાની પસંદગી વિના દેશનો વડાપ્રધાન કેવી રીતે બની શકે?
લોકસભાની ચૂંટણીમાં પ્રજા પોતાના વિસ્તારનો સાંસદ પસંદ કરે છે.
પરંતુ વડાપ્રધાન કોણ બનશે તેનો નિર્ણય ઘણી વખત પક્ષની ટોચની નેતાગીરી અને આંતરિક રાજકીય ગણિતથી થાય છે.
એટલે જ સવાલ ઊભો થાય છે…
કહેવાય લોકશાહી… પણ પ્રજાએ જેને PM બનાવવા માટે મત આપ્યો જ નથી, તેને સત્તાધારી પાર્ટી પસંદ કરે તો એ જ વ્યક્તિ દેશના વડાપ્રધાન બની શકે!
લોકશાહીના બંધારણમાં બારીઓ ઘણી છે…
અને સત્તા સુધી પહોંચવાના રસ્તા પણ ઘણા છે!
👉 લોકશાહી કેટલી સીધી છે અને કેટલી પરોક્ષ — એ સવાલ આપણે પૂછવો જ જોઈએ.

