PM Modi Awards: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વધુ એક ઐતિહાસિક સિદ્ધિ મેળવી કરી છે. તે ભારતના પહેલા પ્રધાનમંત્રી બન્યા છે જેમને વિશ્વના 26થી વધુ દેશો દ્વારા સર્વોચ્ચ નાગરિક સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા છે. હાલમાં જ ઘાના અને બ્રાઝિલે તેમને સૌથી પ્રતિષ્ઠિત નાગરિક પુરસ્કાર આપ્યો છે. ઘાના સરકારે વડાપ્રધાન મોદીને ‘ઓફિસર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર ઓફ ઘાના’થી સન્માનિત કર્યા છે. આ પુરસ્કાર તેમને વૈશ્વિક નેતૃત્વ ક્ષમતા અને ભારત-ઘાના સંબંધોને મજબૂત બનાવવામાં મહત્ત્વપૂર્ણ યોગદાન માટે આપવામાં આવ્યો હતો.
અગાઉ બ્રાઝિલના પ્રમુખ લુઈઝ ઇનાસિયો લુલા દા સિલ્વાએ વડાપ્રધાન મોદીને દેશના સર્વોચ્ચ સન્માન ‘ગ્રાન્ડ કોલર ઓફ ધ નેશનલ ઓર્ડર ઓફ ધ સાઉદર્ન ક્રોસ’થી સન્માનિત કર્યા હતા. આ સન્માન તેમને ભારત-બ્રાઝિલ દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવા બદલ આપવામાં આવ્યું હતું.
આ દેશોએ પીએમ મોદીને સર્વોચ્ચ સન્માન આપ્યું
દેશ સર્વોચ્ચ નાગરિક સન્માન
સાયપ્રસ ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ ઓર્ડર ઓફ મકારિઓસ
સંયુક્ત આરબ અમીરાત ઓર્ડર ઓફ ઝાયેદ
સાઉદી અરબ ઓર્ડર ઓફ કિંગ અબ્દુલઅઝીઝ અલ સાઉદ
રશિયા ઓર્ડર ઓફ સેન્ટ એન્ડ્રુ
મોરિશિયસ ગ્રાન્ડ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર એન્ડ કી ઓફ ધ ઇન્ડિયન ઓશન
ઇજિપ્ત ઓર્ડર ઓફ ધ નાઇલ
માલદીવ્સ ઓર્ડર ઓફ ધ ડિસ્ટિંગ્વિશ્ડ રૂલ ઓફ નિશાન ઇઝ્ઝુદ્દીન
ભૂટાન ઓર્ડર ઓફ ધ ડ્રુક ગ્યાલ્પો
બ્રાઝિલ ગ્રાન્ડ કોલર ઓફ ધ નેશનલ ઓર્ડર ઓફ ધ સાઉદર્ન ક્રોસ
બહુરીન કિંગ હમાદ ઓર્ડર ઓફ ધ રિનેસાં
પેલેસ્ટાઇન ગ્રાન્ડ કોલર ઓફ ધ સ્ટેટ ઓફ પેલેસ્ટાઈન
ફિજી કમ્પેનિયન ઓફ ધ ઓર્ડર ઓફ ફીજી
પાપુઆન્યુ ગિની ઓર્ડર ઓફ લોગોહુ
પલાઉ અબાકલ એવોર્ડ
નામિબિયા ઓર્ડર ઓફ ધ મોસ્ટ એન્સિયન્ટ વેલવિત્શિયા મિરાબિલિસ
નાઇજીરિયા ગ્રાન્ડ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ ફેડરલ રિપબ્લિક
ટ્રિનિદાદ અને ટોબેગો ઓર્ડર ઓફ ધ રિપબ્લિક ઓફ ત્રિનિદાદ અને ટોબેગો
તિમોર-લેસ્તે ગ્રાન્ડ ઓર્ડર ઓફ તિમોર-લેસ્તે
ડોમિનિકા ડોમિનિકા એવોર્ડ ઓફ ઓનર
ઘાના ઓફિસર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર ઓફ ઘાના
ગ્રીસ ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ ઓર્ડર ઓફ ઓનર
ગુયانا ઓર્ડર ઓફ ધ ફ્રીડમ
કુવૈત ઓર્ડર મુબારક અલ-કબીર
યુએસએ લીજન ઓફ મેરિટ
અફઘાનિસ્તાન સ્ટેટ ઓર્ડર ઓફ ગાઝી અમીર અમાનુલ્લાહ ખાન
મુસ્લિમ બહુમતી ધરાવતા દેશો તરફથી પણ સન્માન
વર્ષ 2014 માં વડાપ્રધાન બન્યા પછી નરેન્દ્ર મોદીને ઘણાં દેશો તરફથી સન્માન મળી રહ્યા છે. સાઉદી અરેબિયા, યુએઈ, બહેરીન, અફઘાનિસ્તાન, પેલેસ્ટાઇન, કુવૈત જેવા ઘણા મુસ્લિમ બહુમતી ધરાવતા દેશોએ પણ તેમને તેમના સર્વોચ્ચ પુરસ્કારોથી સન્માનિત કર્યા છે.
અત્યાર સુધીમાં 26 દેશોએ વડાપ્રધાન મોદીને તેમના સર્વોચ્ચ નાગરિક સન્માનથી સન્માનિત કર્યા છે. આમાં એશિયા, યુરોપ, આફ્રિકા, ગલ્ફ દેશો, ઓશનિયા અને અમેરિકાના દેશોનો સમાવેશ થાય છે. વડાપ્રધાન મોદી 2016થી દર વર્ષે એક યા બીજા દેશમાંથી આ સન્માન મેળવી રહ્યા છે. પ્રધાનમંત્રી મોદી પોતાને ‘પ્રધાન સેવક’ કહીને દેશના 140 કરોડ લોકોની આકાંક્ષાઓ અને વિકાસના સપનાઓને આંતરરાષ્ટ્રીય મંચ પર લઈ જઈ રહ્યા છે.