વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, `ભારત હવે તકો તૈયાર કરે છે, રાહ જોતું નથી’

Reena Brahmbhatt
3 Min Read

નવી દિલ્હી, તા. 22 : અમેરિકાની યાત્રાના બીજા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ન્યૂયોર્કમાં `મોદી એન્ડ યુએસ’ કાર્યક્રમમાં ભારતીય મૂળના લોકોને સંબોધતાં `એઆઇ’ની નવી પરિભાષા આપતાં કહ્યું કે, એક `એઆઇ’નો અર્થ અમેરિકન ઇન્ડિયન પણ થાય છે. તેમણે કહ્યું કે, આપણું નમસ્તે મલ્ટિનેશનલ થઇ ગયું, નેશનલથી ગ્લોબલ થઇ ગયું છે. તેમણે કહ્યું કે, ભારત હવે તકો તૈયાર કરે છે, રાહ જોતું નથી. ન્યૂયોર્કના નાસાઉ વેટરન્સ કોલેજિયમમાં મોદી જ્યારે પહોંચ્યા ત્યારે ઉપસ્થિત હજારો લોકોએ `મોદી મોદી’ના નારા લગાવ્યા હતા. પીએમનું સ્વાગત અમેરિકાના રાષ્ટ્રગાન બાદ ભારતના રાષ્ટ્રગાન સાથે થયું હતું.

HU6EEwRb modi biden

- Advertisement -

પોતાના સંબોધનમાં વડાપ્રધાને જણાવ્યું કે, જ્યારે હું સીએમ ન હતો અને પીએમ પણ ન હતો ત્યારે આ ધરતી પર અનેક સવાલો સાથે આવતો હતો. તે વખતે મેં અમેરિકાના 29 દેશનો પ્રવાસ કર્યો હતો. પીએમે આ વખતે ભારતની ચૂંટણીમાં કશુંક અભૂતપૂર્વ થયું છે એમ કહી ઉપસ્થિતો પાસે `અબ કી બાર મોદી સરકાર’ના નારા લગાવ્યા હતા. તેમણે કહ્યું કે, આજનું ભારત પાછળ નથી ચાલતું, નવી વ્યવસ્થાઓ બનાવે છે અને નેતૃત્વ કરે છે. ભારતે ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રકચર (ડીપીઆઇ)ની નવી વિચારસરણી દુનિયાને આપી છે. પીએમે કહ્યું કે, આજે ભારતનું ફાઇવ-જી બજાર અમેરિકા કરતાં પણ મોટું થઇ ચૂક્યું છે અને આ માત્ર બે વર્ષની અંદર થયું છે.

હવે ભારત `મેઇડ ઇન ઇન્ડિયા’ સિક્સ-જી પર કામ કરે છે. પીએમે જણાવ્યું હતું કે, જે કામમાં પહેલાં વર્ષો લાગી જતાં હતાં, તે હવે મહિનાઓમાં થઇ રહ્યાં છે. આજે ભારતના લોકોમાં આત્મવિશ્વાસ અને સંકલ્પ છે. ભારત અવસરોની ધરતી છે. હવે ભારત અવસરોની રાહ જોતું નથી, તેનું નિર્માણ કરે છે. વડાપ્રધાને જણાવ્યું કે, વીતેલાં 10 વર્ષમાં ભારતના દરેક ક્ષેત્રમાં અવસરોનું નવું લોન્ચિંગ પેડ તૈયાર થયું છે. એક દશકમાં જ 25 કરોડ લોકોને ગરીબીમાંથી બહાર કાઢયા છે એવું એટલા માટે થયું કેમ કે, અમે વિચારધારા બદલી. અમે ગરીબોને તાકાતવાન બનાવવા ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. પીએમ મોદીએ જણાવ્યું કે, ગયાં વર્ષે જૂન મહિનામાં ભારતે સેમિ-કન્ડક્ટર માટે છૂટછાટ જાહેર કરી હતી, તેના થોડા જ મહિનામાં માઇક્રોનના પહેલા સેમિ-કન્ડક્ટર યુનિટનું ભૂમિપૂજન પણ થઇ?ગયું છે. અત્યાર સુધીમાં ભારતમાં પાંચ યુનિટ સ્વીકૃત થઇ?ચૂક્યાં છે અને એ દિવસ દૂર નથી જ્યારે તમે મેઇડ ઇન ઇન્ડિયા ચીપ અહીં અમેરિકામાં પણ જોશો. આ નાની ચીપ વિકસિત ભારતની ઉડાનને નવી ઊંચાઇ?પર લઇ જશે અને તે મોદીની ગેરંટી છે. પીએમ મોદીનાં સંબોધન અગાઉ સમગ્ર સ્ટેડિયમ સંગીતમય બન્યું હતું. અનેક કલાકારોએ પોતાના પરફોર્મન્સથી ઉપસ્થિતોને મંત્રમુગ્ધ બનાવ્યા હતા.

- Advertisement -
Share This Article