કેનેડામાં હિન્દુ મંદિર પર હુમલાના વિરોધમાં દૂતાવાસ સામે દેખાવો

Reena Brahmbhatt
1 Min Read

નવી દિલ્હી, તા. 10 : કેનેડામાં બ્રેમ્પ્ટનમાં હિન્દુ મંદિર પર હુમલાની ચોથી નવેમ્બરે બનેલી ઘટનાના વિરોધમાં રવિવારે દિલ્હીમાં હિન્દુ-શીખ ગ્લોબલ ફોરમના કાર્યકરોએ કેનેડાના દૂતાવાસ બહાર દેખાવો કર્યા હતા. સેંકડોની સંખ્યામાં વિરોધ રેલી કાઢતાં હિન્દુ સંગઠનો અને કાર્યકરોએ મંદિર પર થયેલા હુમલા સામે પ્રદર્શન કર્યાં હતાં.

`હિન્દુ અને શીખ એકજૂટ છે’, `કેનેડામાં મંદિરોનું અપમાન સહન નહીં કરાય’ તેવું લખેલાં બેનરો સાથે વિરોધ દેખાવો કરાયા હતા. દિલ્હી પોલીસે દેખાવકારોને રોકવા માટે દૂતાવાસની બહાર બેરિકેડ મૂક્યા હતા એ બેરિકેડિંગ તોડીને ધસી ગયેલા ઘણા લોકોને પોલીસે પકડી લીધા હતા.

- Advertisement -
Share This Article