SC Menstrual Leave Ruling: માસિક ધર્મ રજા (Menstrual Leave) ને ફરજિયાત બનાવવાના અનપેક્ષિત પરિણામો આવી શકે છે, સુપ્રીમ કોર્ટે કેમ કહી આ વાત

Arati Parmar
3 Min Read

SC Menstrual Leave Ruling: સુપ્રીમ કોર્ટે શુક્રવારે દેશભરમાં કામ કરતી મહિલાઓ અને વિદ્યાર્થિનીઓ માટે ફરજિયાત માસિક ધર્મ રજાની માંગ કરતી અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો હતો. કોર્ટે કહ્યું કે આ બાબત સરકારી નીતિના કાર્યક્ષેત્રમાં આવે છે.

રજાની માંગ કરતી અરજી પર શું બોલી સર્વોચ્ચ અદાલત

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ (CJI) સૂર્યકાંત અને જસ્ટિસ જોયમાલ્ય બાગચીની ખંડપીઠે ટિપ્પણી કરી હતી કે ફરજિયાત માસિક ધર્મ રજાની માંગ કરતી અરજીઓથી અજાણતા એવી છાપ ઊભી થઈ શકે છે કે મહિલાઓ નબળી છે, અને તેની તેમની રોજગારની તકો પર ખરાબ અસર પડી શકે છે.

- Advertisement -

આ મુદ્દે સરકાર વિચાર કરી શકે છે: સુપ્રીમ કોર્ટ

અરજદારે અગાઉથી જ કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય સમક્ષ એક રજૂઆત (representation) સબમિટ કરી છે તે જોતા, ચીફ જસ્ટિસ સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી ખંડપીઠે કહ્યું કે સરકાર તમામ હિતધારકો સાથે પરામર્શ કર્યા પછી યોગ્ય નીતિ બનાવવાનું વિચારી શકે છે.

અરજદારે સર્વોચ્ચ અદાલતમાં શું દલીલ કરી

અરજદાર વતી હાજર રહેલા વરિષ્ઠ વકીલ એમ.આર. શમશાદે દલીલ કરી હતી કે કેટલીક રાજ્ય સરકારો અને સંસ્થાઓએ આ દિશામાં પહેલેથી જ પગલાં લીધાં છે. તેમણે જણાવ્યું કે કેરળે શાળાઓમાં આવી છૂટ આપી છે અને ઘણી ખાનગી કંપનીઓએ સ્વેચ્છાએ માસિક ધર્મ રજાની નીતિઓ લાગુ કરી છે.

- Advertisement -

એમ્પ્લોયર્સ (નિયોક્તા) દ્વારા સ્વૈચ્છિક પગલાં આવકાર્ય

આ દલીલના જવાબમાં, CJI સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી ખંડપીઠે કહ્યું કે એમ્પ્લોયર્સ દ્વારા લેવામાં આવતા સ્વૈચ્છિક પગલાં આવકાર્ય છે. જોકે, સર્વોચ્ચ અદાલતે ચેતવણી આપી હતી કે કાયદા દ્વારા માસિક ધર્મ રજાને ફરજિયાત બનાવવાના અનપેક્ષિત પરિણામો આવી શકે છે.

“જો આ એક કાયદેસરનો આદેશ બની જાય છે, તો એમ્પ્લોયર્સ સરકારી નોકરીઓ, મુકદમા કે અન્ય ક્ષેત્રોમાં મહિલાઓને નોકરી પર રાખવામાં ખચકાટ અનુભવી શકે છે. આનાથી અંતે મહિલાઓની કારકિર્દીને નુકસાન પહોંચી શકે છે.” — સુપ્રીમ કોર્ટ

અરજીમાં એવો તર્ક આપવામાં આવ્યો હતો કે જ્યાં મહિલાઓને ગર્ભાવસ્થા દરમિયાન રજા આપવામાં આવે છે, ત્યાં માસિક ધર્મ સાથે જોડાયેલી શારીરિક અગવડતા અને સ્વાસ્થ્ય સમસ્યાઓના નિરાકરણ માટે આવો કોઈ સમાન જોગવાઈ નથી. તેમાં કેન્દ્ર અને રાજ્ય સરકારોને એવા નિયમો લાગુ કરવા નિર્દેશ આપવાની માંગ કરવામાં આવી હતી, જે દર મહિને ઓછામાં ઓછી બે દિવસની માસિક ધર્મ રજા પૂરી પાડે.

- Advertisement -

માસિક ધર્મ રજા પર સુપ્રીમ કોર્ટની જૂની ટિપ્પણી

આ પહેલા પણ સુપ્રીમ કોર્ટે આવો જ અભિગમ અપનાવ્યો હતો.

  • જુલાઈ 2024માં, તત્કાલીન CJI ડી.વાય. ચંદ્રચૂડની અધ્યક્ષતાવાળી એક ખંડપીઠે કેન્દ્રને રાજ્યો અને અન્ય હિતધારકો સાથે પરામર્શ કર્યા પછી માસિક ધર્મ રજાની નીતિની વ્યવહારિકતા તપાસવા કહ્યું હતું.

  • તે અરજીનો નિકાલ કરતી વખતે સર્વોચ્ચ અદાલતે ટિપ્પણી કરી હતી કે ન્યાયિક નિર્દેશો દ્વારા માસિક ધર્મ રજાને ફરજિયાત બનાવવાથી એમ્પ્લોયર્સ મહિલાઓને નોકરી પર રાખવા માટે નિરુત્સાહ થઈ શકે છે.

  • કોર્ટે વધુમાં કહ્યું હતું કે આવા મુદ્દાઓનું નિરાકરણ સરકારી નીતિના સ્તરે કરવામાં આવે તે વધુ સારું છે.

Share This Article