Son Daughter Parents Responsibility: સવાલ સમાજ ને: દીકરીને પિતાની મિલકતમાં સમાન હક… તો પછી માતા-પિતાની જવાબદારીમાં પણ સમાન હક કેમ નહીં?

Arati Parmar
1 Min Read

Son Daughter Parents Responsibility: સવાલ સમાજ ને: દીકરીને પિતાની મિલકતમાં સમાન હક… તો પછી માતા-પિતાની જવાબદારીમાં પણ સમાન હક કેમ નહીં?

આપણે વર્ષોથી કહીએ છીએ—
“દીકરો અને દીકરી સમાન છે.”

- Advertisement -

કાયદો પણ દીકરીને પિતાની મિલકતમાં સમાન વારસાગત હક આપે છે.

પણ અહીં એક સવાલ ઊભો થાય છે…

- Advertisement -

જો મિલકતમાં દીકરીનો હક દીકરા જેટલો જ છે, તો પછી માતા-પિતાની વૃદ્ધાવસ્થાની જવાબદારીમાં પણ બંનેની ભૂમિકા સમાન હોવી જોઈએ?

કે પછી—

- Advertisement -

👉 મિલકતના સમયે “હું પણ આ ઘરની દીકરી છું”
અને જવાબદારીના સમયે “હું તો પરણીને બીજા ઘરે ગઈ છું”?

બીજી તરફ, એક પ્રશ્ન દીકરાને પણ:

👉 માત્ર દીકરો છે એટલા માટે આખી જિંદગી માતા-પિતાની સેવા કરવાની ફરજ તેની જ કેમ?

અને જો કોઈ દીકરી માતા-પિતાની સંપૂર્ણ જવાબદારી ઉઠાવે છે, તો શું તેને વારસામાં વધારે હિસ્સો મળવો જોઈએ?

⚖️ કાયદો એક વાત કહે છે… સમાજની પરંપરા બીજી.

તો સાચું શું?

સમાન હક એટલે માત્ર મિલકતમાં સમાન હક?
કે પછી હક સાથે જવાબદારી પણ સમાન હોવી જોઈએ?

👇 તમારો મત શું છે? દીકરી અને દીકરા—બંને માટે હક અને જવાબદારી સમાન હોવી જોઈએ?

Share This Article