સુપ્રીમ કોર્ટની યુટ્યુબ ચેનલ હેક, ખોલવા પર અમેરિકાનો વિડિયો ચાલી રહ્યો છે

Reena Brahmbhatt
2 Min Read

સુપ્રીમ કોર્ટની યુટ્યુબ ચેનલને કોઈએ હેક કરી છે. જ્યારે ચેનલ ખોલવામાં આવે છે, ત્યારે તેના પર અમેરિકાનો વિડિયો ચાલી રહ્યો છે. સુપ્રીમ કોર્ટની સુનાવણીના તમામ વીડિયો ગાયબ છે. અમેરિકન કંપની ‘રિપલ લેબ્સ’ તેના પર ક્રિપ્ટોકરન્સી XRPનો એક એડ વીડિયો બતાવી રહી છે.

સુપ્રીમ કોર્ટની યુટ્યુબ ચેનલને કોઈએ હેક કરી છે. સુપ્રીમ કોર્ટની સુનાવણીના તમામ વીડિયો ગાયબ છે. જ્યારે ચેનલ ખોલવામાં આવે છે, ત્યારે તેના પર અમેરિકાનો વિડિયો ચાલી રહ્યો છે. અમેરિકન કંપની ‘રિપલ લેબ્સ’ ક્રિપ્ટોકરન્સી XRPનો એક એડ વીડિયો બતાવી રહી છે. સુપ્રીમ કોર્ટની સુનાવણીના તમામ વીડિયો ગાયબ છે. વિડિયો ખોલતાં કંઈ દેખાતું ન હતું.

- Advertisement -

youtube

વિડિયોની નીચે લખ્યું હતું, ‘બ્રેડ ગાર્લિંગહાઉસઃ રિપલ રિસ્પોન્ડ્સ ટુ ધ SECના $2 બિલિયન ફાઇન! XRP ભાવ આગાહી’. સુપ્રીમ કોર્ટ બંધારણીય બેંચ સમક્ષ સૂચિબદ્ધ કેસોની સુનાવણી અને જાહેર હિત સાથે સંકળાયેલા કેસોના જીવંત પ્રસારણ માટે યુટ્યુબ ચેનલનો ઉપયોગ કરે છે. 2018 માં, સર્વોચ્ચ અદાલતે બંધારણીય બેંચ સમક્ષ તમામ કેસોની સુનાવણીનું જીવંત પ્રસારણ કરવાનો નિર્ણય લીધો હતો.

- Advertisement -

સુપ્રીમ કોર્ટની યુટ્યુબ ચેનલ હેક

તાજેતરમાં, સુપ્રીમ કોર્ટે કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં તાલીમાર્થી ડૉક્ટર પર બળાત્કાર અને હત્યાના કેસની સુનાવણીનું લાઇવ સ્ટ્રીમિંગ કર્યું હતું. પરંતુ આ વિડિયો પણ ચેનલમાંથી ગાયબ છે અને અન્ય વિડિયો પણ ગાયબ છે. હાલમાં ચેનલ કોણે અને ક્યાંથી હેક કરી તેની માહિતી ઉપલબ્ધ નથી. આ અંગે તપાસ કરવામાં આવી રહી છે.

- Advertisement -
Share This Article