Tamil Nadu CM Vijay Speech: રાજનેતા બનેલા અભિનેતા અને તમિલનાડુના CM વિજયે શપથ લેતા જ ફિલ્મી અંદાજમાં અત્યંત જોશીલું ભાષણ પણ આપ્યું. તેમણે સીએમ પદના શપથ લેતા જ તે મંચ પરથી ત્રણ મોટા નિર્ણયો પણ લીધા. જેમાં 200 યુનિટ સુધી મફત વીજળી, મહિલાઓની સુરક્ષા માટે સ્પેશિયલ ફોર્સ અને ડ્રગ્સ કંટ્રોલ માટે સ્પેશિયલ યુનિટનું ગઠન થશે. સીએમ પદના શપથ લીધા બાદ વિજયે જે જોશીલું ભાષણ આપ્યું, તેમાં તેમણે કહ્યું- મને ખબર છે ભૂખ શું હોય છે? હું તમારામાંનો જ એક છું. હું તમારા ભાઈ-પુત્ર જેવો છું. હું એવું અનુભવું છું. તમે પણ એવું જ અનુભવો છો, તેથી તમે મને સુપરસ્ટાર બનાવ્યો, હું તમારો આભાર માનું છું.
શપથ બાદ વિજય બોલ્યા- હું ખોટા વાયદા નહીં કરું
વિજયે આગળ કહ્યું, તમે કહ્યું તું આવ, અમે તારું ધ્યાન રાખીશું. આ સફરમાં ઘણી મુશ્કેલીઓ આવી. લોકોએ તમારી મજાક ઉડાવી, પરંતુ તમારા પર તેની કોઈ અસર ન થઈ. આ બધાના કારણે આજે હું શપથ લઈ રહ્યો છું. હું શું કહું કંઈ સમજાતું નથી… હું મેસેન્જર ઓફ ગોડ નથી. હું એક સામાન્ય માણસ છું. હું ખોટા વાયદા નહીં કરું.
કરોડો લોકોનો સાથ છે, જે થઈ શકશે, તે કરીશું: વિજય
તેમણે આગળ કહ્યું કે હું ફક્ત તે જ કરીશ, જે સંભવ છે. તો શું જે સંભવ નથી તે નહીં થાય? કરોડો લોકોનો સાથ છે, જે પણ થઈ શકશે તે કરીશું. હજારો કરોડનું કરપ્શન થયું છે. તેમણે મારા માટે મોટા પડકારો છોડ્યા છે. હું રાજ્યની હાલત પર એક શ્વેત પત્ર જાહેર કરીશ અને ત્યાંથી શરૂઆત કરીશ.
ડ્રગ્સ વિરુદ્ધ આજથી જ એક્શન થશે
વિજયે કહ્યું, હું પૂરી પારદર્શિતા ઈચ્છું છું. હું છુપાઈને કોઈ કામ નહીં કરું. મારો આગ્રહ છે કે મને થોડો સમય આપો, હું દરેક વાયદો પૂરો કરીશ. આ તમારી સરકાર છે. મહિલા સુરક્ષા મારી પ્રાથમિકતા હશે. ડ્રગ્સ વિરુદ્ધ આજથી જ એક્શન થશે. યુવાનોને ડ્રગ્સથી બચાવવા સરકારની જવાબદારી હશે.
વિજયે આગળ કહ્યું- દોસ્ત અને દુશ્મન બંને સાથે કાયદો એક સરખો વ્યવહાર કરશે. શિક્ષણ, સ્વાસ્થ્ય, ટ્રાન્સપોર્ટ જેવી મૂળભૂત સુવિધાઓ પર ફોકસ હશે. હું કોઈ ભૂલ નહીં કરું, કોઈને ભૂલ કરવા નહીં દઉં. જો કોઈને ભ્રમ છે કે અમે જીત્યા છીએ તો કંઈ પણ કરી શકીએ છીએ, ઘમંડ કરી શકીએ છીએ તો તે ભૂલી જાઓ.
વિજયે આ સ્પીચમાં એ પણ કહ્યું- અહીં ઘણા પાવર સેન્ટર નહીં હોય, ફક્ત એક પાવર સેન્ટર હશે, તે હું છું. જે પણ મહેનત કરશે, તેમનું મારી સરકારમાં સ્વાગત છે. અમે સેક્યુલર સરકાર છીએ. લઘુમતીઓ પણ વિજયના ચહેરા છે. આપ સૌનો આભાર. વિજય મામાના યુવા મિત્રોનો આભાર. તમારા વિજય મામા બધા સારા કામ કરશે.
ટીવીકે કાર્યકર્તાઓનો આભાર, તમારા વગર કંઈ ન થાત, મારા વોટ્સએપ વોરિયર્સનો આભાર. ચાલો મળીને નવી શરૂઆત કરીએ, આ નવા સેક્યુલર, સોશિયલ જસ્ટિસ યુગની શરૂઆત છે, અત્યારથી હું મલ્લિકાર્જુન, રાહુલ ગાંધી, કેસી વેણુગોપાલ, પ્રવીણ ચક્રવર્તી, CPIM વગેરેનો આભાર માનું છું.
આ પણ વાંચો: Vijay CM Oath: થલપતિ વિજય બન્યા તમિલનાડુના નવા સીએમ, શપથ ગ્રહણમાં સાથે દેખાયા રાહુલ ગાંધી – Newz Cafe

