Terror Network: જમ્મુ-કાશ્મીરમાં મોટી કાર્યવાહી : તહરીક-એ-હુર્રિયતનું મુખ્યાલય સીલ

Arati Parmar
1 Min Read

Terror Network: જમ્મુ-કાશ્મીર પોલીસે આતંકી નેટવર્ક સામે કડક પગલા ભરીને બુધવારે (1 ઓક્ટોબર) બડગામ જિલ્લાના હૈદરપોરામાં પ્રતિબંધિત સંગઠન તહરીક-એ-હુર્રિયતનું મુખ્યાલય કબજે કર્યું. આ સંગઠનની સ્થાપના વર્ષ 2004માં અલગતાવાદી નેતા સૈયદ અલી શાહ ગિલાનીએ કરી હતી. ગિલાનીનું અવસાન 2021માં થયું હતું, પરંતુ આ સંગઠન વર્ષોથી ખીણમાં અલગતાવાદી પ્રવૃત્તિઓનું કેન્દ્ર ગણાતું આવ્યું છે.

UAPA હેઠળ જપ્તી

- Advertisement -

પોલીસના જણાવ્યા મુજબ, રહેમતાબાદ સ્થિત ત્રણ માળની ઇમારત અને 1 કનાલ 1 મરલા જમીનને UAPA અધિનિયમ 1967ની કલમ 25 હેઠળ જપ્ત કરવામાં આવી છે. આ મિલકતનો ઉપયોગ સંગઠનના કાર્યાલય તરીકે થઈ રહ્યો હતો. આ કાર્યવાહી FIR નંબર 08/2024 સાથે જોડાયેલી છે, જે બડગામ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.

આગળ પણ કડક પગલાં થશે

- Advertisement -

બડગામ પોલીસએ જણાવ્યું કે પુરાવાઓના આધારે અને અધિકૃત મંજૂરી બાદ જ આ કાર્યવાહી હાથ ધરાઈ છે. આ પગલું પ્રદેશમાં શાંતિ જાળવવા, રાષ્ટ્રીય સુરક્ષા મજબૂત બનાવવા અને આતંકી પ્રવૃત્તિઓને રોકવા માટે મહત્વપૂર્ણ છે. પોલીસએ સ્પષ્ટ કર્યું છે કે આવી ગેરકાયદે પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા વ્યક્તિઓ અને સંગઠનો સામે કાર્યવાહી ચાલુ રહેશે.

કેન્દ્ર સરકારનો પ્રતિબંધ

- Advertisement -

લક્ષનીય છે કે કેન્દ્ર સરકારે 2023માં તહરીક-એ-હુર્રિયતને ગેરકાયદે સંગઠન જાહેર કરી પ્રતિબંધ લગાવ્યો હતો. ગિલાની 2002માં જમાત-એ-ઇસ્લામીથી અલગ થઈ ગયા હતા અને પછી 2004માં પોતાનું નવું સંગઠન બનાવ્યું હતું, જેના કારણે હુર્રિયત કોન્ફરન્સમાં વિખવાદ ઊભો થયો હતો.

 

 

 

Share This Article