Wife swapping India: જિસ્મની અદલાબદલી, વાઈફ સ્વોપીંગથી લ઼ઈ ઓનલાઇન ચેન્જીગ ઓફર્સ આપતા ગૃપો…શુ છે આ બધુ??

Arati Parmar
2 Min Read

Wife swapping India: જિસ્મની અદલાબદલી, વાઈફ સ્વોપીંગથી લ઼ઈ ઓનલાઇન ચેન્જીગ ઓફર્સ આપતા ગૃપો…શુ છે આ બધુ??

આધુનિકતાના નામે ચાલતી વિકૃતિનો પર્દાફાશ!
સામાજિક મૂલ્યોનો ચહેરો બદલાઈ રહ્યો છે અને અંધારા ખૂણામાં એક એવો ખેલ ખેલાઈ રહ્યો છે જે લગ્ન જેવા પવિત્ર સંબંધના ધજગ્ગા ઉડાવી રહ્યો છે. આ માત્ર ‘ઓપન મેરેજ’ નથી, પણ મનોવિકૃતિ અને નૈતિક પતનની તમામ સીમાઓ પાર કરી ચૂક્યું છે.

- Advertisement -

ઓનલાઇન ગ્રૂપ્સનું બકાલુ: ‘બ્રોડમાઇન્ડેડ’ શબ્દ પાછળ વાસનાનું કાળું નેટવર્ક

આજના ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયા અને સીક્રેટ ઓનલાઇન ગ્રૂપ્સ વિકૃત માનસિકતાનું કેન્દ્ર બન્યા છે. Telegram પર “Wife Swapping India”, “Wife Swapping Gujarat”, “COUPLES SWAPPING AND REAL MEET”, “COUPLES SWAPPING CLUB” જેવા નામોથી ખુલ્લેઆમ જાહેર ગ્રુપો અને ચેનલો ચાલી રહી છે. “હાઈલી બ્રોડમાઇન્ડેડ કપલ”, “નો સોશિયલ કોમ્પ્લીકેશન્સ” અને “ઓપન રિલેશનશિપ” જેવા ચમકતા શબ્દો વાપરીને જાહેરખબરો આપવામાં આવે છે. આ ઓનલાઇન ગ્રૂપોમાં લોકો એકબીજાના જીવનસાથીની બોલી લગાવે છે અને આખી સિન્ડિકેટ ચલાવે છે.

- Advertisement -

અજાણ્યા ચહેરા અને માસ્ક પહેરેલી ક્લબો: પૈસાના જોરે ચાલતો વિકૃત ખેલ

શહેરોના હાઈ-ફાઈ વિસ્તારોમાં ગુપ્ત રીતે એવી ક્લબો ચાલી રહી છે જ્યાં લોકો મોઢા પર ‘મોહોરાં’ (Masks) પહેરીને ભેગા થાય છે. અંધારા રૂમ અને ધીમા સંગીત વચ્ચે પોતાના પાર્ટનર બદલી નાખવામાં આવે છે. પૈસા અને સ્ટેટસના અહંકારમાં આંધળા થયેલા લોકો માટે આ એક ‘લાઇફસ્ટાઇલ’ કે ‘શોખ’ બની ગયો છે!

- Advertisement -

દબાણ, શારીરિક શોષણ અને લગ્નનું નકાબ

આ ખેલમાં સંમતિ માત્ર એક ભ્રમ છે. સ્વચ્છંદી માનસિકતા ધરાવતા પતિઓ પોતાની પત્નીઓ પર આ ગંદકીમાં જોડાવા દબાણ કરે છે. ના પાડે તો નશાકારક પદાર્થો આપીને કે બ્લેકમેઇલ કરીને પોતાના જ મિત્રો પાસે પત્નીનું શોષણ કરાવવામાં આવે છે. અહીં લગ્ન માત્ર એક સામાજિક નકાબ બનીને રહી ગયું છે, જેની પાછળ વ્યાભિચારનો વેપાર ચાલે છે.

આ ઓપન મેરેજ નથી,પણ કદાચ લગ્ન સંસ્થાને મહોરુ બનાવી તેની આડ મા ખેલાતો સામાજિક વિનાશ છે નો માર્ગ છે.

શરૂઆતમાં માત્ર કૌતુક કે સંકોચથી શરૂ થતી આ બાબત ધીમે ધીમે ઝેરની જેમ માનસિકતામાં પ્રવેશી જાય છે. જ્યારે સંસ્કૃતિ, મર્યાદા અને વિશ્વાસનો વેપાર ઓનલાઇન ગ્રૂપોમાં થવા લાગે, ત્યારે સમજવું કે સમાજ ઘોર વિનાશ તરફ જઈ રહ્યો છે.
શું આને તમે આધુનિક વિચારસરણી ગણશો કે કળિયુગની પરાકાષ્ઠા?

Share This Article