કે.પી. શર્મા ઓલી નેપાળના નવા વડાપ્રધાન ચીન સમર્થક

Reena Brahmbhatt
1 Min Read

કાઠમંડુ, તા. 15 : `ભગવાન શ્રીરામ નેપાળના છે,’ તેવે દાવો કરી ચૂકેલા ચીન સમર્થક કે.પી. શર્મા ઓલી ફરી નેપાળના વડાપ્રધાન બન્યા છે. ભારત સમર્થક મનાતા શેર બહાદુર દેઉબા સાથે મળીને જોડાણ સરકારની રચના કરનાર ઓલીને રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલે શપથ લેવડાવ્યા હતા. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 72 વર્ષીય ઓલીને અભિનંદન આપતાં જણાવ્યું હતું કે, બે દેશ વચ્ચેની મિત્રતાને વધુ મજબૂત બનાવવા માટે ઓલી સાથે નીકટતાપૂર્વક કામ કરવા ઉત્સુક છું.

modi with k p shrama oli

- Advertisement -

દરમ્યાન કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પણ ઓલીને શુભેચ્છા આપતાં કહ્યું હતું કે, બન્ને દેશના લોકો વચ્ચેના સંબંધો વધુ ગાઢ બને તેવું સૌ ઇચ્છે છે. અગાઉ, બહુમત પરીક્ષણમાં નિષ્ફળ રહેતાં પુષ્પકમલ દહલ પ્રચંડે રાજીનામું આપ્યું હતું. હવે ઓલીએ 30 દિવસની અંદર વિશ્વાસમત પુરવાર કરવાનો રહેશે. પૂર્વ નેપાળમાં 1952માં જન્મેલા ઓલીએ શાળાનો અભ્યાસ પણ પૂરો કર્યો નહોતો. માત્ર ચાર વર્ષના હતા ત્યારે બીમારીમાં માતાનું નિધન થઇ ગયું હતું. દાદી રામ્યાએ ઉછેર કર્યો. ઓલીનું રાજકીય જીવન 12 વર્ષની ઉમરે જ શરૂ થઇ ગયું હતું. સામ્યવાદી નેતા રામનાથ દહલની મદદથી ઝાપા જઇને ત્યાંના વિદ્રોહમાં ઓલી સામેલ થયા હતા.

- Advertisement -
Share This Article