Buddha Purnima 2025: આ બુદ્ધ પૂર્ણિમાએ શાંતિ, પુણ્ય અને સમૃદ્ધિ માટે કરો આ ખાસ ઉપાય

Arati Parmar
By Arati Parmar 2 Min Read

Buddha Purnima 2025: આ વખતે બુદ્ધ પૂર્ણિમા સોમવારે 12 મે ના રોજ ઉજવવામાં આવી રહી છે. હિન્દુ અને બોદ્ધ ધર્મમાં આ દિવસનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે. કહેવાય છે કે, આ દિવસે વિશેષ પૂજા, ધ્યાન અને દાન કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે, જેનાથી જીવનમાં સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે. જો આ પાવન અવસર પર કેટલાક વિશેષ ઉપાયો કરવામાં આવે તો સૌભાગ્ય અને સમૃદ્ધિના દ્વાર ખૂલી શકે છે. તો ચાલો જાણીએ એ ખાસ ઉપાયો વિશે.

આ કામ ચોક્કસ કરો

- Advertisement -

બુદ્ધ પૂર્ણિમાના દિવસે સવારે વહેલા ઊઠીને સ્નાન વગેરે કર્યા બાદ સફેદ રંગના કપડા પહેરો. ત્યારબાદ ભગવાન બુદ્ધની પ્રતિમાને ગંગાજળથી સ્નાન કરાવો અને ધૂપ, દીપ, પુષ્પ, ચંદન અને ફળ વગેરે અર્પિત કરો. આ સાથે જ આ દિવસે ભગવાન બુદ્ધનું ધ્યાન કરતાં શાંતિ પાઠ કરો.

આ વસ્તુઓનું કરો દાન

બુદ્ધ પૂર્ણિમા પર દાનનું વિશેષ મહત્વ છે. આ દિવસે જરૂરિયાતમંદ લોકોને અનાજ, વસ્ત્ર, ફળ, પાણી અથવા પૈસાનું દાન કરવાથી પુણ્ય વધે છે અને પાપોનો નાશ થાય છે.

પવિત્ર નદીઓમાં સ્નાન કરો

હિન્દુ ધર્મમાં પૂર્ણિમા તિથિના રોજ તીર્થ અથવા પવિત્ર નદીમાં સ્નાન કરવાનું શુભ માનવામાં આવ્યું છે. બુધ પૂર્ણિમાના દિવસે તમે ગંગા અથવા કોઈ અન્ય પવિત્ર જળ સ્ત્રોતમાં સ્નાન કરી શકો છો. આવું કરવાથી જીવનમાં સકારાત્મક ઊર્જા આવે છે.

પીપળાના વૃક્ષની પૂજા કરો

બુદ્ધ પૂર્ણિમાના દિવસે  પીપળાના વૃક્ષની પૂજાનું પણ ખાસ મહત્વ માનવામાં આવ્યું છે. જો શક્ય હોય તો પીપળાના વૃક્ષ નીચે દીપક પ્રગટાવો અને જળ અર્પિત કરો.

Share This Article