Tulsi plant Vastu tips: તુલસીના છોડ પાસે ભૂલથી પણ ન રાખો આ વસ્તુ, નહિ તો થાય ધનહાનિ!

Arati Parmar
By Arati Parmar 2 Min Read

Tulsi plant Vastu tips: ધાર્મિક માન્યતાના અનુસાર, જગતના પાલનહાર ભગવાન વિષ્ણુને તુલસીના છોડ ખુબ પ્રિય છે. કારણ કે હાલ જેઠ મહિનો ચાલી રહ્યો છે, એટલા માટે તુલસી પૂજનનું મહત્ત્વ વધી જાય છે.

એવું માનવામાં આવે છે કે જેઠ મહિનામાં દરરોજ તુલસીની પૂજા કરવાથી ભગવાન વિષ્ણુની કૃપા મળતી હોય છે, જેનાથી ધન લાભનો યોગ બને છે અને વ્યક્તિને આર્થિક તંગીથી મુક્તિ મળે છે.

- Advertisement -

વાસ્તુ શાસ્ત્રના અનુસાર, તુલસીની પાસે કેટલીક વસ્તુઓ રાખવાથી વ્યક્તિને જીવનમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. તેવામાં આવો જાણી કે તુલસીની નજીક કઈ કઈ વસ્તુ રાખવાથી મળે છે અશુભ પરિણામ?

વાસ્તુ શાસ્ત્રના અનુસાર, તુલસીની નજીક કાંટેદાર છોડ રાખવાથી નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે, જેના કારણે ઘરમાં લક્ષ્મી માતાનો વાસ નહીં થાય.

- Advertisement -

ધાર્મિક માન્યતાના અનુસાર, માતા લક્ષ્મીનો વાસ સ્વચ્છ જગ્યા પર થાય છે. એટલા માટે ભૂલથી પણ તુલસીના છોડની નજીક કચરાપેટી ન રાખો.

વાસ્તુ શાસ્ત્રના અનુસાર, તુલસીના છોડની નજીક કચરાપેટી રાખવાથી વ્યક્તિને માતા લક્ષ્મીની નારાજગીનો સામનો કરવો પડી શકે છે અને જીવનમાં પૈસાની અછત સર્જાઈ શકે છે.

- Advertisement -

તુલસીના છોડની નજીક બુટ-ચપ્પલ રાખવા ખૂબ જ અશુભ માનવામાં આવે છે. એવું કરવાથી માતા લક્ષ્મીનું અપમાન થાય છે.

સાવરણી-સાવરણાને ઘરમાં સન્માનજનક રીતે રાખવા જોઈએ, પરંતુ તુલસીની નજીક તેનું સ્થાન ન હોવું જોઈએ. સાફ-સફાઈની વસ્તુઓને તુલસીના છોડથી એકદમ દૂર જ રાખવી જોઈએ.

Share This Article