Lucky numerology numbersશીર્ષક: અંકશાસ્ત્રમાં ભાગ્યશાળી મૂલાંક અને તેમની વિશેષતાઓ

Arati Parmar
2 Min Read

Lucky numerology numbers: અંકશાસ્ત્ર એ એક પ્રાચીન વિજ્ઞાન છે, જે નંબરો દ્વારા  વ્યક્તિના ભવિષ્ય, વ્યક્તિત્વ અને જીવનના વિવિધ પાસાઓની આગાહી જાણવા માટે મદદરુપ થાય છે. તેમાં  વ્યક્તિની જન્મ તારીખ અને નામ સાથે સંકળાયેલ અંકોનું  વિશ્લેષણ કરવામાં આવે છે. જેમ કે મુલાંક, ભાગ્યાંક અને નામાંક તેના દ્વારા જીવનમાં પડકારો અને તકોને સમજી શકાય છે. આ ગણિતના નિયમોનો ઉપયોગ કરીને વ્યક્તિ વિશે માહિતી મેળવી શકાય છે.

ક્યા મૂલાંકના લોકો ભાગ્યશાળી 

- Advertisement -

અંકશાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે કેટલાક મૂલાંકના લોકો વિશેષ ગુણો અને ગ્રહોની અસરના કારણે ભાગ્યશાળી માનવામાં આવે છે. આ મૂલાંક નેતૃત્વ ક્ષમતા, બુદ્ધિ, સમર્પણ અને સકારાત્મક ઉર્જા જેવી વિશેષતાઓના કારણે જીવનમાં સફળતા, સમૃદ્ધિ અને સુખ- શાંતિ પ્રાપ્ત કરે છે.

ઉદાહરણ તરીકે મૂલાંક 1 નેતૃત્વ અને સૂર્યના પ્રભાવના કારણે શક્તિશાળી હોય છે, મૂલાંક 5 પોતાની બુદ્ધિ અને ઉર્જા માટે જાણીતું છે અને મૂલાંક 6 સમૃદ્ધિ અને પ્રેમના ગુણોથી ભરેલો છે.

વિવિધ ભાગ્યશાળી મૂલાંક અને તેની ખાસિયતો

મૂલાંક 1( 1,10,19,28 તારીખે જન્મેલા)

સૂર્યના પ્રભાવથી આ લોકો નીડર, આત્મનિર્ભર અને નેતૃત્વના ગુણો ધરાવે છે. તેમની પાસે નેતૃત્વના ગુણો રહેલા છે અને તેઓ કોઈપણ કાર્ય સમય પહેલા પૂર્ણ કરી શકે છે, જેથી તેમને ઉચ્ચ પદ પ્રાપ્ત કરવામાં મદદ મળે છે.

મૂલાંક 5 (5, 14 અને 23 તારીખે જન્મેલા)

બુધના પ્રભાવથી આ લોકો બુદ્ધિશાળી, સંતુલિત અને મિલનસાર હોય છે. તેમને જીવનના ઉતાર-ચઢાવનો સામનો કરવો સરળ લાગે છે, અને તેમની બુદ્ધિ તેમને દરેક ક્ષેત્રમાં સફળતા અપાવે છે.

મૂલાંક 6 (6, 15 અને 24 તારીખે જન્મેલા)

શુક્રના પ્રભાવથી આ મૂલાંકના લોકોને સંપત્તિ અને સમૃદ્ધિના દેવ માનવામાં આવે છે. આ મૂલાંક ધરાવતા લોકો કલા પ્રેમી, મોહક અને તેમના જીવનમાં સકારાત્મકતા લાવે છે, જે તેમને મજબૂત નાણાકીય પરિસ્થિતિ જાળવવામાં મદદ કરે છે.

મૂલાંક 7 (જન્મ તારીખ 7, 16, 25)

આ મૂલાંકને પૂર્ણતા અને નસીબનું પ્રતીક માનવામાં આવે છે, જે વ્યક્તિઓને જીવનમાં નોંધપાત્ર સિદ્ધિઓ પ્રાપ્ત કરવામાં સક્ષમ બનાવે છે. આ મૂલાંકનો લોકો આત્મવિશ્વાસુ અને નીડર હોય છે, અને સખત મહેનત દ્વારા તેમનું ભાગ્ય બદલવા માટે સક્ષમ હોય છે.

Share This Article