PPF Investment Plan: ભવિષ્ય માટે બચત અને રોકાણ દરેક વ્યક્તિ માટે ખૂબ જ જરૂરી બની ગયું છે. તેના માટે તમને વિવિધ માધ્યમો થકી આજે અનેક સ્કિમ્સ અને પ્લાન્સ સરળતા મળી રહે છે. પરંતુ આજે અમે તમને એક એવી યોજના વિશે જણાવીશું, જેના દ્વારા તમે આરામથી આજીવન રૂ.20,000 મેળવી શકો છો. આમાં તમારા પૈસાને પણ કોઇ રિસ્ક નથી. સાથે જ આકર્ષક રીટર્ન પણ મળે છે. એટલું જ નહીં, આ એક સરકારી યોજના છે, તો તમારા પૈસા અને તમને કોઇ ચિંતા કે ડર પણ નહીં રહે.
માતાપિતા પોતાના બાળકોના ભવિષ્ય, શિક્ષણ, લગ્ન વગેરે માટે થોડા પૈસા બચાવવાનું પ્લાનિંગ ચોક્કસ કરે છે. પરંતુ ઘણા લોકો મૂંઝવણમાં રહે છે કે કઇ સ્કિમમાં રોકાણ કરવું, જે સુરક્ષિત પણ હોય અને સારું રીટર્ન પણ આપે. અહીં અમે તમને જે યોજના વિશે જણાવીશું તેમાં તમારે કોઇ પણ ચિંતા કે મૂંઝવણ નહીં રહે. તો ચાલો જાણીએ કઇ છે આ સરકારી સ્કિમ?
આ સ્કિમ છે PPF એટલે કે પબ્લિક પ્રોવિડેન્ટ ફંડ. આ સ્કિમને સૌથી લોકપ્રિય અને સરુક્ષિત સેવિંગ સ્કિમ્સ પૈકી એક માનવામાં આવે છે. કારણ કે આ એક સરકારી સ્કિમ છે, તેથી તમારા પૈસાની 100% ગેરેન્ટી મળે છે. આ ઉપરાંત આ માત્ર એક બચત યોજના નથી. જો તમે યોગ્ય રીતે પ્લાનિંગ બનાવો છો, તો તમે આ સ્કિમને એક સારો રીટાયરમેન્ટ પ્લાનમાં પરીવર્તિત કરી શકો છો. એટલું જ નહીં, તેના દ્વારા થનારી આવક પણ ટેક્સ ફ્રી હોય છે. આ જ કારણ છે કે આ સ્કિમ માર્કેટમાં ઉપલબ્ધ સૌથી સારા લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ ઓપ્શન્સ પૈકી એક છે.
હાલ પીપીએફ સ્કિમમાં રોકાણકારોને 7.1% વાર્ષિક કમ્પાઉન્ડ વ્યાજ પ્રાપ્ત કરી શકે છે. જે ઘણી બેંકોમાં ફિક્સ્ડ ડિપોઝીટ્સ પર મળતા વ્યાજથી ઘણું વધારે છે. તેમાં રોકાણ કરવું પણ સરળ છે. તેમાં તમે વર્ષમાં એક વખત મોટી અમાઉન્ટનું રોકાણ કરી શકો છો. તમે તમારી સુવિધા અનુસાર હપ્તામાં પણ પૈસા રોકી શકો છો. અન્ય પ્રાઇવેટ પેન્શ યોજનાઓથી વિપરીત તેમાં શેર માર્કેટનું કોઇ જોખમ નથી. તમારા પૈસાની ગેરેન્ટી સરકાર દ્વારા આપવામાં આવે છે. આ તે લોકો માટે એકદમ યોગ્ય સ્કિમ છે, જેઓ રીટાયરમેન્ટ બાદ દર મહીને એક સ્થિર આવક ઇચ્છે છે. સાથે જ તમે તમારી સેવિંગ્સને મંથલી ઇનકમમાં પરીવર્તિ કરી શકો છો.
આ સ્કિમનો સમયગાળો 15 વર્ષ છે. તમે 15 વર્ષ પછી પણ એકાઉન્ટ ચાલું રાખી શકો છો. આ ઉપરાંત, જો તમે 15 વર્ષ પછી કોઇ નવા પૈસા જમા ન કરો, તો પણ તમારા એકાઉન્ટમાં જૂની રકમ પર વ્યાજ (7.1%) મળતું રહેશે.
ઉદાહરણ તરીકે જો તમે દર મહીને 5000 રૂપિયાનું રોકાણ કરો છો, તો 15 વર્ષમાં કુલ રૂ.9,00,000નું રોકાણ કરશો. એટલે કે વ્યાજ સહિત તમારા એકાઉન્ટમાં રૂ.16,27,284 જમા થશે. 15 વર્ષ પછી, આ 16.27 લાખ રૂપિયા પર મળતા વ્યાજ દ્વારા તમને પેન્શન તરીકે દર મહીને રૂ.9628 મળશે.
એવી જ રીતે, જો તમે 15 વર્ષ સુધી દર મહીને રૂ.12,500 જમા કરો છો, તો તમારા એકાઉન્ટમાં રૂ.40.68 લાખ રૂપિયા હશે. જો તમે રિટાયરમેન્ટ પછી રોકાણ બંધ કરી દો છો, તો પણ તમને તે રૂ.40.68 લાખ રૂપિયા પર વાર્ષિક 2.88 લાખ રૂપિયા સુધીનું વ્યાજ મળશે. એટલે કે તમને દર મહીને રૂ.24,000 મળશે. જો તમે ઈચ્છો તો, તમારી પાસે વર્ષમાં એકવાર તે મૂળ રકમમાંથી કેટલીક રકમ ઉપાડવાનો વિકલ્પ પણ હશે.
આ સ્કિમમાં રોકાણ કરવા માટે તમારે તમારા નજીકની કોઇ રાષ્ટ્રીયકૃત બેંક અથવા પોસ્ટ ઓફિસમાં એકાઉન્ટ ખોલાવવાનું રહેશે. તમારે દર વર્ષે ખાતામાં ઓછામાં ઓછા રૂ.500 જમા કરવાના રહેશે.

