Asian Champions Trophy 2026: ભારતીય પુરુષ હૉકી ટીમે એકતરફી જીત સાથે એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 2026ના પોતાના અભિયાનની શરૂઆત કરી છે. ઓલિમ્પિયન સુરજીત સિંહ હૉકી સ્ટેડિયમમાં ટીમે બાંગ્લાદેશ સામે 13-0થી જીત મેળવી હતી. ભારત આ ટૂર્નામેન્ટનો ડિફેન્ડિંગ ચેમ્પિયન છે અને ફરી એકવાર ખિતાબ જીતવાનો પ્રબળ દાવેદાર માનવામાં આવે છે. બાંગ્લાદેશ આ ટૂર્નામેન્ટમાં ભાગ લેવાનું નહોતું. પરંતુ પાકિસ્તાને ખસી જતાં તેના સ્થાને બાંગ્લાદેશને સામેલ કરવામાં આવ્યું હતું. પાકિસ્તાને સુરક્ષાને લગતી ચિંતાઓનો હવાલો આપીને ટૂર્નામેન્ટમાંથી નામ પાછું ખેંચી લીધું હતું. તેણે ભારતની બહાર મેચ ખસેડવાની માગ કરી હતી, પરંતુ એશિયન હૉકીએ આ માગ ફગાવી દીધી હતી.
મનદીપ સિંહે ગોલની હેટ્રિક નોંધાવી
ભારત તરફથી 8 ખેલાડીઓએ ગોલ કર્યા હતા. મનદીપ સિંહે સૌથી વધુ ત્રણ ગોલ કરીને હેટ્રિક પૂરી કરી હતી. તેમણે ત્રીજી મિનિટ પછી 10મી અને 54મી મિનિટમાં ગોલ કર્યા હતા. આ ઉપરાંત કેપ્ટન હરમનપ્રીત સિંહ (2′, 44′), દિલપ્રીત સિંહ (43′, 44′) અને હાર્દિક સિંહ (60′, 60′)એ બે-બે ગોલ કર્યા હતા. આ ઉપરાંત શિલાનંદ લાકડા (15′), અભિષેક (18′), નીલકાંતા શર્મા (26′) અને જુગરાજ સિંહ (46′)એ પણ ભારત માટે ગોલ કર્યા હતા.
WHAT A WAY TO KICK OFF THE TITLE DEFENCE! 🇮🇳🔥
The defending champions India kick off their Hero Asian Champions Trophy Punjab 2026 campaign in style with a commanding 13-0 win over Bangladesh! 💪🇮🇳
Next up: China on Thursday, October 29! 👀
#HockeyIsBack #HACT2026 #SatSriAkalAsia #IndiaKaGame
— Hockey India (@TheHockeyIndia) October 27, 2026
ટૂર્નામેન્ટમાં 6 ટીમો ભાગ લઈ રહી છે
પ્રથમ દિવસની અન્ય મેચોમાં મલેશિયાએ ચીનને 5-4થી હરાવ્યું હતું, જ્યારે જાપાને દક્ષિણ કોરિયાને 3-2થી પરાજય આપ્યો હતો. ત્રણ પૉઇન્ટ અને +13ના ગોલ તફાવત સાથે ભારત પ્રથમ દિવસના પૉઇન્ટ ટેબલમાં સૌથી ઉપર રહ્યું હતું. છ ટીમોની આ ટૂર્નામેન્ટમાં સિંગલ રાઉન્ડ-રોબિન ફોર્મેટનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેમાં દરેક ટીમ બાકીની પાંચ ટીમો સામે એક-એક વખત રમશે. લીગ તબક્કાના અંતે ટોચની ચાર ટીમો સેમિફાઇનલ માટે ક્વૉલિફાય કરશે.
5 નવેમ્બર સુધી ટૂર્નામેન્ટ રમાશે
ભારતની આગામી મેચ 29 ઑક્ટોબરે ચીન સામે થશે. લીગ તબક્કાના કાર્યક્રમમાં 28 ઑક્ટોબરનો દિવસ આરામ માટે રાખવામાં આવ્યો છે. 2 નવેમ્બર સુધીની તમામ લીગ મેચો જાલંધરમાં રમાશે. ત્યારબાદ ટૂર્નામેન્ટને મોહાલીના ઓલિમ્પિયન બલબીર સિંહ સિનિયર ઇન્ટરનેશનલ હૉકી સ્ટેડિયમમાં ખસેડવામાં આવશે, જ્યાં 4 નવેમ્બરે સેમિફાઇનલ અને 5 નવેમ્બરે બ્રૉન્ઝ મેડલ તથા ગોલ્ડ મેડલની મેચો રમાશે.

