આઇસીસીએ આજે જાહેર કર્યું છે કે પુરુષ વન ડે અને ટી-20 ફોર્મેટમાં જો બોલર

newzcafe
2 Min Read

વન ડે અને ટી-20ના નિયમોમાં ફેરફારો કરાયા


વન ડે અને ટી-20ના નિયમોમાં ફેરફારો કરાયા 


વન ડે અને ટી-20માં હવે સ્ટોપ ક્લોક


નવી દિલ્હી તા.21: આઇસીસીએ આજે જાહેર કર્યું છે કે પુરુષ વન ડે અને ટી-20 ફોર્મેટમાં જો બોલર પછીની ઓવર ફેંકવામાં 60 સેકન્ડથી વધુનો સમય લેશે તો ઇનિંગ્સમાં આવું ત્રીજીવાર થવા પર બોલિંગ કરનાર ટીમ પર પાંચ રનની પેનલ્ટી લાગશે. આ નિયમની શરૂઆત ટ્રાયલના રૂપમાં થશે. આઇસીસીની બોર્ડ બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. આઇસીસીએ એમ પણ જણાવ્યું છે કે આ માટે વન ડે અને ટી-20 ફોર્મેટમાં સ્ટોપ કલોકનો ઉપયોગ કરવામાં આવશે. સ્ટોપ કલોકનો ઉપયોગ ઓવરો વચ્ચેના સમય પર વોચ રાખશે. આઇસીસીએ જણાવ્યું છે કે ટીમ ઓવર ખતમ કર્યાં બાદ પછીની ઓવર માટે 60 સેકન્ડની અંદર તૈયાર નહીં હોય અને આવી ચૂક ઇનિંગ્સમાં ત્રીજીવાર કરશે તો તેના પર પાંચ રનની પેનલ્ટી લાગશે. આઇસીસીનો આ નવો નિયમ ટાઇમ આઉટ જેવો છે. જેમાં બેટસમેને 60 સેકેન્ડની અંદર ક્રિઝ પર સેટ થવાનું હોય છે. વિશ્વ કપ દરમિયાન શ્રીલંકાનો મેથ્યૂઝ ટાઇમ આઉટ થયો હતો. આ ઉપરાંત આઇસીસી દ્વારા યજમાન દેશ તરફથી તૈયાર થતી પિચની પ્રક્રિયામાં પણ ફેરફાર કર્યાં છે. પિચ અને આઉટફિલ્ડના નવા નિયમોને આઇસીસી બોર્ડે મંજૂરી આપી છે. ખરાબ પિચ માટે હવે પાંચના બદલે છ ડિમેરિટ પોઇન્ટથી ઇન્ટરનેશનલ દરજજો અમુક સમય માટે હટી જશે.

Share This Article