China Open 2026: સાત્વિક-ચિરાગ ચાઇના માસ્ટર્સની ફાઇનલમાં, મલેશિયાની જોડીને હરાવી ત્રીજી વખત બનાવ્યું સ્થાન

Arati Parmar
3 Min Read

China Open 2026: Satwik-Chirag ની શાનદાર વાપસી, China Masters Final માં ખિતાબથી માત્ર એક જીત દૂર

China Open 2026: ભારતની સાત્વિકસાઈરાજ રંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની પુરુષ ડબલ્સ જોડીે શાનદાર વ્યૂહાત્મક રમતનું પ્રદર્શન કરતા મલેશિયાના નૂર મોહમ્મદ અજરીન અયૂબ અને ટૅન વી કિઓંગને ત્રણ ગેમમાં હરાવીને ત્રીજી વખત ચાઇના માસ્ટર્સની ફાઇનલમાં સ્થાન બનાવ્યું. આ સાથે જ ભારતીય જોડી આ સિઝનના પોતાના બીજા ખિતાબથી હવે માત્ર એક જીત દૂર છે. સાત્વિક-ચિરાગની વિશ્વની પાંચમા ક્રમાંકની જોડીએ બીજા ગેમમાં લથડ્યા બાદ જોરદાર વાપસી કરી અને મલેશિયાની જોડીને એક કલાક પાંચ મિનિટમાં 21-15, 18-21, 21-11થી હરાવી. ભારતીય જોડી 2023 અને 2025માં ઉપવિજેતા રહી હતી.

એશિયન ગેમ્સની ચેમ્પિયન ભારતીય જોડી હવે ખિતાબી મુકાબલામાં ચીનના હે જી તિંગ અને રેન શિયાંગ યૂની જોડી સામે ટકરાશે. ચોથી ક્રમાંકિત ભારતીય જોડીએ શરૂઆતની ગેમમાં 0-5થી પાછળ રહ્યા બાદ સતત સાત પોઈન્ટ મેળવ્યા. તેમાં 34 શોટની લાંબી રેલી પણ સામેલ હતી, જેના કારણે તેમણે 7-5ની લીડ મેળવી. સાત્વિક અને ચિરાગે પણ કેટલીક ભૂલો કરી, પરંતુ બ્રેક સુધી તેઓ 11-9થી આગળ રહ્યા. જ્યારે સ્કોર 18-15 હતો ત્યારે બંને જોડીઓ વચ્ચે 54 શોટની રેલી થઈ. આ દરમિયાન મલેશિયાના ખેલાડીએ જમીન પર પડી ગયા છતાં રેલી ચાલુ રાખી, પરંતુ અંતે તેનો શોટ કોર્ટની બહાર ગયો. ત્યારબાદ નૂરે વધુ એક શોટ ખોટો રમ્યો, જેના કારણે ભારતને પાંચ ગેમ પોઈન્ટ મળ્યા. સાત્વિક અને ચિરાગે બીજા ગેમ પોઈન્ટ પર પ્રથમ ગેમ પોતાના નામે કરી લીધી.

- Advertisement -

મલેશિયાની જોડીએ બીજા ગેમમાં ફરી ઝડપી શરૂઆત કરી

મલેશિયાની જોડીએ ફરી ઝડપી શરૂઆત કરતા બીજા ગેમમાં 4-0ની લીડ બનાવી, પરંતુ સાત્વિક અને ચિરાગે શાનદાર ફ્લિક સર્વનો ઉપયોગ કરીને વાપસી કરી અને સ્કોર 5-5થી બરાબર કરી દીધો. નેટ પર સાત્વિકની વધુ એક ભૂલ બાદ મલેશિયાની જોડીએ બ્રેક સુધી 11-10ની લીડ મેળવી લીધી. બંને જોડીઓ વચ્ચે કડક સંઘર્ષ ચાલુ રહ્યો અને સ્કોર 18-18 સુધી બરાબર રહ્યો. ત્યારબાદ મલેશિયાની જોડીએ નજીવી લીડ મેળવી અને બીજો ગેમ જીતીને મુકાબલાને નિર્ણાયક ગેમ સુધી પહોંચાડી દીધો.

બીજા ગેમના અંતિમ તબક્કામાં થયેલી ભૂલને ભારતીય ખેલાડીઓએ પાછળ છોડીને નિર્ણાયક ગેમમાં 5-2ની લીડ મેળવી લીધી. ત્યારબાદ રમતભાવનાનું શાનદાર ઉદાહરણ જોવા મળ્યું. ચિરાગના રેકેટના ફ્રેમ સાથે અથડાઈને એક શોટ ભારતના પક્ષમાં ગયા બાદ તેમણે ટૅનની માફી માંગી અને તેમની સાથે હાથ મિલાવ્યો. આ પોઈન્ટ બાદ ભારત 7-3થી આગળ હતું. સાત્વિક અને ચિરાગે રેલીઓ પર પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું અને બ્રેક સુધી 11-4ની મજબૂત લીડ મેળવી લીધી.

- Advertisement -

ત્યારબાદ સાત્વિકે નૂર સામે વધુ એક જોરદાર સ્મૅશ ફટકારીને સ્કોર 13-6 કરી દીધો. મલેશિયાની જોડી ધીમે ધીમે થાકવા લાગી અને તેમનો આત્મવિશ્વાસ પણ ઓછો થતો ગયો. ત્યારબાદ મુકાબલો સંપૂર્ણપણે ભારતીય ખેલાડીઓના નિયંત્રણમાં રહ્યો. ચિરાગનો શોટ બેકલાઇન પર ચોક્કસ રીતે પડતાં ભારતને 11 મેચ પોઈન્ટ મળ્યા. ટૅને તેમાંથી બે મેચ પોઈન્ટ બચાવી લીધા, પરંતુ ચિરાગે ત્રીજા મોકા પર ફ્લિક સર્વ દ્વારા પોઈન્ટ મેળવીને મુકાબલો પોતાના નામે કરી લીધો.

Share This Article