DREAM11 BCCI sponsorship exit: એશિયા કપ પહેલા ટીમ ઈન્ડિયાને ઝટકો: DREAM-11એ BCCIનું સ્પોન્સરશિપ છોડ્યું

Arati Parmar
By Arati Parmar 2 Min Read

DREAM11 BCCI sponsorship exit: એશિયા કપ 2025 પહેલા ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ને મોટો ઝટકો લાગ્યો છે. Dream11 એ BCCI ને જાણ કરી છે કે, તે હવે ભારતીય ક્રિકેટ ટીમને સ્પોન્સર નહીં કરે. હાલમાં જ સંસદમાં પ્રમોશન અને રેગ્યુલેશન ઓફ ઓનલાઈન ગેમિંગ બિલ, 2025 પસાર કરવામાં આવ્યું છે. આ બિલ હેઠળ, ભારતમાં રિયલ મની ગેમિંગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જેના કારણે Dream11 ના ફુલે ફાલેલા બિઝનેસ પર મોટી અસર થઈ છે.

BCCI એ ટૂંક સમયમાં નવો સ્પોન્સર શોધવો પડશે

- Advertisement -

મીડિયા રિપોર્ટ પ્રમાણે Dream11 ના પ્રતિનિધિઓ મુંબઈમાં BCCI ઓફિસમાં આવ્યા હતા અને CEO હેમાંગ અમીનને આ નિર્ણય અંગે જાણકારી આપી હતી. હવે BCCI ટૂંક સમયમાં એક નવું ટેન્ડર બહાર પાડશે. એશિયા કપ 2025 9 સપ્ટેમ્બરથી સંયુક્ત આરબ અમીરાત (UAE) માં શરૂ થવાનું છે. હવે Dream11 સ્પોન્સરશીપ પાછી ખેંચી લેતા BCCI એ ટૂંક સમયમાં એક નવો સ્પોન્સર શોધવો પડશે.

BCCI ના એક અધિકારીએ આ અંગ્રેજી અખબારને જણાવ્યું હતું કે, ‘Dream11 ના પ્રતિનિધિઓએ BCCI ઓફિસની મુલાકાત લીધી હતી. તેઓએ CEO હેમાંગ અમીનને જાણ કરી હતી કે Dream11 હવે આ ડીલ આગળ વધારવા સક્ષમ નથી. જેના કારણે તે એશિયા કપ માટે ભારતીય ટીમનું સ્પોન્સર નહી કરે. BCCI ટૂંક સમયમાં નવું ટેન્ડર બહાર પાડશે.’

- Advertisement -

ડ્રીમ11 એ કેટલામાં થઈ હતી ડીલ

ડ્રીમ11 એ જુલાઈ 2023 માં BCCI સાથે 358 કરોડ રૂપિયાની મોટી રકમથી ડીલ કરી હતી. જે હેઠળ ડ્રીમ11 એ ભારતીય મહિલા ટીમ, ભારતીય પુરુષ ટીમ, ભારત અંડર-19 ટીમ અને ભારત-A ટીમના કિટ માટે સ્પોન્સરના રાઈટ્સ મેળવ્યા હતા. ત્યારબાદ ડ્રીમ11 એ બાયુઝ ( Byju’s) ને રિપ્લેસ કરી હતી.

- Advertisement -

કરાર પ્રમાણે ડ્રીમ11 ને કોઈપણ પ્રકારનો દંડ ભરવો પડશે નહી

બંને વચ્ચે થયેલા કરાર પ્રમાણે ડ્રીમ11 ને કોઈપણ પ્રકારનો દંડ ભરવો પડશે નહી. કારણ કે, કરારમાં સ્પષ્ટપણે લખ્યું છે કે, જો ભારત સરકારનો નવો કાયદો કંપનીના મુખ્ય બિઝનેસને અસર કરે છે, તો કંપની બોર્ડને કોઈ દંડ ચૂકવશે નહીં. ડ્રીમ11ની શરુઆત 18 વર્ષ પહેલા થઈ હતી અને આજે તેની વેલ્યૂ લગભગ $8 બિલિયન પર પહોંચી ગઈ છે.

 

Share This Article