ચર્ચાના ચકદોળે ચડેલ ઓલરાઉન્ડર હાર્દિક પંડયાની મુંબઇ ઇન્ડિયન્સમાં વાપસી થઇ છે.

newzcafe
5 Min Read

હાર્દિક પંડયા મુંબઇ ઇન્ડિયન્સમાં સામેલ થયા


હાર્દિક પંડયા મુંબઇ ઇન્ડિયન્સમાં સામેલ થયા 


મુંબઇ-ગુજરાતમાં આઇપીએલ ઇતિહાસનો `મેગા સોદો’


મુંબઇ તા. 26 : ચર્ચાના ચકદોળે ચડેલ ઓલરાઉન્ડર હાર્દિક પંડયાની મુંબઇ ઇન્ડિયન્સમાં વાપસી થઇ છે. હાર્દિક પંડયા માટે ગુજરાત ટાઇટન્સ અને મુંબઇ ઇન્ડિયન્સ વચ્ચે આઇપીએલ ઇતિહાસની સૌથી મોટી 1પ કરોડ રૂપિયાની ડિલ થયાનું બહાર આવ્યું છે. આજે ગુજરાત ટાઇટન્સે રીટેન ખેલાડીની સૂચિમાં હાર્દિક પંડયાનું નામ જાહેર કરી તેને ફરી કેપ્ટન બનાવ્યો હતો. પરંતુ મોડેથી જાહેર થયું છે કે હાર્દિકની મુંબઇ ટીમમાં વાપસી થઇ છે. જ્યારે પૂર્વ ભારતીય વિશ્વ વિજેતા સુકાની મહેન્દ્રસિંહ ધોની ફરી એકવાર ચેન્નાઇ સુપર કિંગ્સની કપ્તાની સંભાળશે. રોહિત શર્મા પણ આઇપીએલની 2024ની સિઝનમાં આગેવાની ચાલુ રાખશે. આજે રવિવાર આઇપીએલ-2024ની સિઝન માટેના રિટેન અને રિલીઝ ખેલાડીઓની સૂચિ જાહેર કરવાનો આખરી દિવસ છે. સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડયા 1પ કરોડ રૂપિયામાં ફરી પોતાની જૂની ટીમ મુંબઇ ઇન્ડિયન્સમાં પરત ફરી રહ્યો છે તેવી ચર્ચા પાછલા ત્રણ દિવસથી જોર-શોરથી ચાલી રહી હતી. આ ખબર મોડેથી સાચી પડી છે. બીજી તરફ આઇપીએલ-2023ની સિઝનમાં ચેન્નાઇ સુપર કિંગ્સને પાંચમી વખત ચેમ્પિયન બનાવનાર એમએસ ધોનીએ ટ્રોફી જીત્યા બાદ કહ્યંy હતું કે નિવૃત્તિ જાહેર કરવાનો આ શ્રેષ્ઠ સમય છે, પણ મારા માટે નિર્ણય લેવો કઠિન છે. ફિટનેસ મહત્વની છે. હવે સીએસકે દ્રારા આજે જાહેર થયેલ રીટેન ખેલાડીમાં ધોનીનું નામ ફરી કેપ્ટન તરીકે છે. આથી 41 વર્ષીય કેપ્ટન કૂલ ફરી એકવાર ચેન્નાઇની ટીમ સાથે આઇપીએલમાં મેદાને પડશે. કેટલાક મહત્ત્વના અને સ્ટાર ખેલાડીઓની ટીમોએ છૂટ્ટી કરી છે. તેમાં શાર્દુલ ઠાકુર સામેલ છે. તે ભારતની વિશ્વ કપ ટીમમાં સામેલ હતો. ઠાકુરને કોલકતા નાઇટ રાઇડર્સ રિલીઝ કરવાનો નિર્ણય લીધો છે. કેકેઆરે આ ઉપરાંત કિવિ બોલર લોકી ફરગ્યૂસન અને બાંગલાદેશના કેપ્ટન શકિબ અલ હસનને છૂટા કરવાનો નિર્ણય લીધો છે. સીએએસકે દ્વારા બેન સ્ટોકસ, અંબાતિ રાયડુ અને કાઇલ જેમિસનને રિલીઝ કરવામાં આવ્યા છે. જયારે સનરાઇઝર્સ હૈદરાબાદે ઇંગ્લેન્ડના સ્ટાર બેટર હેરી બ્રુક સાથે છેડો ફાડયો છે. ગુજરાતની ટીમે શિવમ માવીની છૂટ્ટી કરી છે. આરસીબીએ તેના ત્રણ સ્ટાર બોલર જોશ હેઝલવૂડ, હર્ષલ પટેલ અને વાનિંદુ હસારંગાને એક સાથે છૂટા કરવાનો નિર્ણય લીધો છે. લખનઉ ટીમને સૌરાષ્ટ્રના કપ્તાન જયદેવ ઉનડકટ સાથે કરાર સમાપ્ત કર્યો છે. જ્યારે ઓસ્ટ્રેલિયાના જસ્ટિન લેંગર લખનઉ ટીમના નવા હેડ કોચ બન્યા છે. દિલ્હી કેપિટલ્સે ચેતન સાકરિયા, રોવમેન પોવેલ, મનીષ પાંડે, મુસ્તાફિઝૂર રહેમાન સરફરાઝ ખાનને છૂટ્ટા કર્યાં છે. રાજસ્થાને જેસન હોલ્ડર અને જો રૂટને બહાર કરવાનો નિર્ણય લીધો છે.


 


ગુજરાત ટાઇન્ટસના રીટેન ખેલાડીઓ: ડેવિડ મિલર, કેન વિલિયમ્સન, શુભમન ગિલ, મોહમ્મદ શમી, રાશિદ ખાન, રાહુલ તેવતિયા, સાઇ કિશોર, વિજય શંકર, રિધ્ધિમાન સાહા, મેથ્યૂ વેડ, નૂર અહમદ, મોહિત શર્મા વગેરે.


 


ચેન્નાઇ સુપર કિંગ્સના રીટેન ખેલાડીઓ: મહેન્દ્રસિંહ ધોની (કેપ્ટન), રવીન્દ્ર જાડેજા, અજિંક્યા રહાણે, ડવેન કોન્વે, મોઇન અલી, શિવમ દૂબે, મિચેલ સેંટનર, ઋતુરાજ ગાયકવાડ, દીપક ચહર, તુષાર દેશપાંડે, મહિશ પથિરાના સહિતના.


 


મુંબઇ ઇન્ડિયન્સ રીટેન ખેલાડી: રોહિત શર્મા (કેપ્ટન), ડેવેલ્ડ બ્રાવિસ, તિલક વર્મા, ટિમ ડેવિડ, વિષ્ણુ વિનોદ, અર્જુન તેંડુલકર, કેમરૂન ગ્રીન, શમ્સ મુલાની, નેહલ વાઢેર, જસપ્રિત બુમરાહ, સૂર્યકુમાર યાદવ, પીયૂષ ચાવલા, જેસન બેહરડોફ, રોમારિયો શેફર્ડ અને બીજા કેટલાક ખેલાડી.


 


રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર રીટેન ખેલાડી: ફાક ડૂ પ્લેસિસ, વિરાટ કોહલી, ગ્લેન મેક્સવેલ, રજત પાટીદાર, દિનેશ કાર્તિક, વિલ જેક, કરણ શર્મા, મયંક ડાગર, આકાશદિપ, મોહમ્મદ સિરાજ, રોસી ટોપ્લે અને અન્ય ખેલાડી.


 


લખનઉ સુપર જાયન્ટસ રીટેન ખેલાડીઓ : કેએલ રાહુલ (કેપ્ટન), કિવંટન ડિ’કોક, નિકોલસ પૂરન, આયૂષ બદોની, દીપક હુડ્ડા, કુણાલ પંડયા, માર્કસ સ્ટોઇનિસ, પ્રેરક માંકડ, માર્ક વૂડ, રવિ બિશ્નોઇ, યશ ઠાકુર, અમિત મિશ્રા વગેરે.


 


સનરાઇઝર્સ હૈદરાબાદ રીટેન ખેલાડીઓ: એડન માર્કરમ, અબ્દુલ સામદ, રાહુલ ત્રિપાઠી, ગ્લેન ફિલિપ, હેનરિક કલાસેન, મયંક અગ્રવાલ, અમોલપ્રિત સિંઘ, વોશિંગ્ટન સુંદર, ભુવનેશ્વર કુમાર, મયંક મારકંડે, ઉમરાન મલિક, ટી નટરાજન સહિતના.


 


કોલકતા નાઇટ રાઇડર્સના રીટેન ખેલાડીઓ: નીતિશ રાણા, રીંકુ સિંઘ, શ્રેયસ અય્યર, રહમતુલ્લાહ ગુરબાજ, સુનિલ નારાયણ, જેસન રોય, સુયેશ શર્મા, આંદ્રે રસેલ, વરુણ ચક્રવર્તી અને વગેરે.


 


દિલ્હી કેપિટલ્સ રીટેન ખેલાડી: ઋષભ પંત (કેપ્ટન), ડેવિડ વોર્નર, પૃથ્વી શો, યશ ધૂલ, મિચેલ માર્શ, લલિત યાદવ, અક્ષર પટેલ, વિકકી ઓસવાલ, કુલદિપ યાદવ, ખલીલ અહેમદ, લૂંગી એનડિગી, મુકેશ કુમાર, પ્રવીણ દુબે સહિતના.


 


રાજસ્થાન રોયલ્સ રીટેન ખેલાડીઓ: સંજૂ સેમસન, જોસ બટલર, યશસ્વી જયસ્વાલ, રિયાન પરાગ, પ્રસિધ્ધ કૃષ્ણા, નવદિપ સૈની, ટ્રેંટ બોલ્ટ, યજુર્વેન્દ્ર ચહલ, એડમ ઝમ્પા, આવેશ ખાન, આર. અશ્વિન.


 


પંજાબ કિંગ્સ રીટેન ખેલાડી: શિખર ધવન, જોની બેયરસ્ટો, લિયામ લિવિંગસ્ટોન, જિતેશ શર્મા, મેથ્યૂ શોટ, રાહુલ ચહર, સેમ કરન, કાગિસો રબાડા અને સિકંદર રઝા સહિતના ખેલાડીઓ.

Share This Article