વર્લ્ડકપમાં કાલે બે મજબૂત ટીમો ભારત અને દક્ષિણ આફ્રિકાની ટક્કર થશે.

newzcafe
2 Min Read

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે મહત્વની મેચ


ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે મહત્વની મેચ


કોલકાતા, તા. 4 : વર્લ્ડકપમાં કાલે બે મજબૂત ટીમો ભારત અને દક્ષિણ આફ્રિકાની ટક્કર થશે. ટીમ ઈન્ડિયા જ્યારે શ્રીલંકા સામે બીજી નવેમ્બરના રમવા ઉતરી ત્યારે ઘણા સવાલો પણ હતા. અમુક ખેલાડીઓનાં ફોર્મ રોહિત શર્મા માટે માથાનો દુ:ખાવો બન્યો હતો. કેપ્ટન પણ વાનખેડેના ઐતિહાસિક મેદાન ઉપર ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાને 302 રને હરાવ્યું હતું. તો બીજી તરફ મોહમ્મદ સિરાજ, શ્રેયસ ઐયર અને શુભમન ગિલ જેવા ફોર્મ વિહોણા ખેલાડીઓ પણ ઈન ફોર્મ બન્યા હતા. હવે ભારતની ટીમની ટક્કર રવિવારે દક્ષિણ આફ્રિકા સામે છે. દ.આફ્રિકાની ટીમના બેટ્સમેનો સારા ફોર્મમાં છે અને શરૂઆતથી જ ધમાકેદાર પ્રદર્શન કરી રહ્યા છે. આવતીકાલે રનમશીન વિરાટ કોહલીનો જન્મદિવસ છે ત્યારે તે પણ સદી ફટકારીને બર્થડેને યાદગાર બનાવશે તેવી ક્રિકેટપ્રેમીઓની અપેક્ષા છે. ભારત અગાઉ જ સેમિફાઇનલમાં પહોંચી ગયું છે ત્યારે અમુક ક્રિકેટરોને આરામ અપાય તેવી શકયતા છે. ટીમ ઈન્ડિયામાંથી સિરાજે ઓસ્ટ્રેલિયા સામે ઓપનિંગ મેચમાં એક વિકેટ લીધી હતી. બાદમાં અફઘાનિસ્તાન સામે મોંઘો સાબિત થયો હતો. બાદમાં પાકિસ્તાન સામે બે વિકેટ લઈને સિરાજે ઉપયોગીતા બતાવી હતી. બંગલાદેશ સામેની મેચમાં બે અને ન્યુઝીલેન્ડ સામે બે વિકેટ લીધી હતી. જો કે ઈંગ્લેન્ડ સામે ફરી વિકેટ વિના રહ્યો હતો. શ્રીલંકા સામે સિરાજે ક્રિઝનો ઉપયોગ કરીને બેટ્સમેનોને બેઅસર કર્યા હતા અને ધારદાર બોલિંગ કરતા ત્રણ વિકેટ લીધી હતી અને શાનદાર ફોર્મમાં છે.

Share This Article