IND vs WI Nitish Kumar Reddy: ભારતીય ટીમને વેસ્ટ ઇન્ડિઝ સામે T20 શ્રેણીની ચોથી મેચમાં હાર મળી. 248 રનના લક્ષ્યનો પીછો કરતી વખતે ટીમ ઇન્ડિયાની ઇનિંગ છેલ્લી ઓવરમાં 223 રને સમેટાઈ ગઈ. ભારતે 130 રનના સ્કોર પર જ 5 વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ તિલક વર્મા અને નીતીશ કુમાર રેડ્ડીએ 32 બોલમાં 70 રન જોડીને ભારતને મેચમાં ટકાવી રાખ્યું.
વેસ્ટ ઇન્ડિઝની ઇનિંગની 16મી ઓવર ઝડપી બોલર શમાર જોસેફે ફેંકી હતી. તેઓ સતત 140 કિમી પ્રતિ કલાકથી વધુની ઝડપે બોલિંગ કરી રહ્યા હતા. ઓવરના ચોથા બોલ પર તેમણે બાઉન્સર ફેંક્યો અને નીતીશ કુમાર રેડ્ડી 147.3 કિમી પ્રતિ કલાકની ઝડપે આવેલા બોલને રમવામાં ચૂકી ગયા. બોલ સીધો તેમના હેલ્મેટ પર વાગ્યો. ફિઝિયો આવીને તેમની તપાસ કરી અને હેલ્મેટ બદલ્યા બાદ તેમણે રમવાનું ચાલુ રાખ્યું.
નીતીશ કુમાર રેડ્ડીને આગળનો બોલ લેગ સાઇડમાં ફુલ ટોસ મળ્યો અને તેમણે તેના પર બેકવર્ડ સ્ક્વેર લેગ પર છગ્ગો ફટકાર્યો. ત્યારબાદ ઓવરના અંતિમ બોલ પર નીતીશે લોંગ ઑન અને ડીપ મિડ વિકેટની વચ્ચે છગ્ગો ફટકાર્યો.
𝙂𝙝𝙖𝙮𝙖𝙡 𝙝𝙤𝙤𝙣, 𝙞𝙨𝙞𝙡𝙞𝙮𝙚 𝙜𝙝𝙖𝙩𝙖𝙠 𝙝𝙤𝙤𝙣. 😤
Local boy #NitishKumarReddy takes a blow, dusts it off, and launches two consecutive maximums into the stands! 🚀
#INDvWI 4th T20I | LIVE NOW 👉 https://t.co/u6TUkXnpvZ https://t.co/mwaO1431Ka
— Star Sports (@StarSportsIndia) October 14, 2026
17મી ઓવર સુધી ભારત મેચમાં હતું
તિલક વર્મા અને નીતીશ કુમાર રેડ્ડીએ 17મી ઓવર સુધી ભારતને મેચમાં ટકાવી રાખ્યું હતું. અમ્પાયરોએ 17મી ઓવરમાં બોલ બદલવાનો નિર્ણય લીધો. આ જ ઓવરના પહેલા બોલ પર તિલક વર્માએ છગ્ગો ફટકાર્યો. જોકે, છેલ્લો બોલ રોમારિયો શેફર્ડે સ્લોઅર ફેંક્યો અને તિલક વર્મા તેમાં ફસાઈ ગયા. તેમણે 25 બોલમાં 43 રનની ઇનિંગ રમી. અહીંથી મેચ વેસ્ટ ઇન્ડિઝ તરફ વળી ગઈ. છેલ્લી 3 ઓવરમાં ભારતને જીતવા માટે 48 રનની જરૂર હતી. 18મી ઓવરમાં માત્ર 5 રન બન્યા, તો 19મી ઓવરમાં કીમો પૉલે ત્રણ વિકેટ ઝડપી લીધી. 20મી ઓવરમાં ભારતીય ટીમ 223 રને સમેટાઈ ગઈ. વેસ્ટ ઇન્ડિઝને 24 રનથી જીત મળી અને 5 મેચની શ્રેણીમાં 4 મુકાબલા પછી બંને ટીમો 2-2ની બરાબરી પર છે.

