ભારત અને દ. આફ્રિકા વચ્ચે ગુરુવારે રમાયેલી ત્રીજી અને અંતિમ વન-ડેમાં ભાર

newzcafe
2 Min Read

દક્ષિણ આફ્રિકા પર ભારતનો ભવ્ય શ્રેણી વિજય


દક્ષિણ આફ્રિકા પર ભારતનો ભવ્ય શ્રેણી વિજય


 


પર્લ (દ. આફ્રિકા), તા. 21 : ભારત અને દ. આફ્રિકા વચ્ચે ગુરુવારે રમાયેલી ત્રીજી અને અંતિમ વન-ડેમાં ભારતની 78 રને શાનદાર જીત થઇ હતી અને ભારતે શ્રેણી પર કબજો જમાવ્યો હતો. ભારતે આપેલા 296ના લક્ષ્યાંક સામે દ. આફ્રિકી ટીમ 45 ઓવરમાં 218 રને ઓલઆઉટ થઇ ગઇ હતી. 


 


ભારત તરફથી અર્શદીપે નવ ઓવરમાં 30 રન આપીને ચાર વિકેટ લીધી હતી. દ. આફ્રિકા વતી સૌથી વધુ રન ટોની ડી. જોર્જ?81 અને એડમ માર્કરમે 36 રન કર્યા હતા. અગાઉ સંજૂ સેમસનની સંગીન સદી અને યુવા તિલક વર્માની અર્ધસદીની મદદથી દ. આફ્રિકા વિરૂધ્ધ ત્રીજી અને ફાઇનલ સમાન વન ડે મેચમાં ભારતે 8 વિકેટે 296 રનનો સંગીન સ્કોર કર્યો હતો. એક છેડેથી સમયાંતરે ખરતી વિકેટો વચ્ચે સંજૂ સેમસને તેની વન ડે કેરિયરની પ્રથમ સદી ફટકારીને 114 દડામાં 6 ચોગ્ગા અને 3 છગ્ગાથી શાનદાર 108 રન કર્યાં હતા. સંજૂના સાથમાં યુવા મીડલઓર્ડર બેટર તિલક વર્માએ 77 દડામાં પ ચોગ્ગા-1 છગ્ગાથી બાવન રનની ઇનિંગ રમી હતી. 


 


આ બન્ને વચ્ચે ચોથી વિકેટમાં 136 દડામાં 116 રનની ભાગીદારી થઇ હતી. ભારતે શરૂઆતમાં સાઇ સુદર્શન (10)ની વિકેટ ગુમાવી હતી. રજત પાટિદારે ડેબ્યૂ મેચમાં 16 દડામાં 3 ચોગ્ગા-1 છગ્ગાથી 22 રનની ઝડપી ઇનિંગ રમી હતી. કપ્તાન કેએલ રાહુલ 21 રને આઉટ થયો હતો. રિંકુ સિંઘે ફરી એકવાર ફિનિશર બનીને 27 દડામાં 3 ચોગ્ગા-2 છગ્ગાથી 38 રન કર્યાં હતા. તે અંતિમ ઓવરમાં આઉટ થયો હતો. વોશિંગ્ટન સુંદરે 14 રન બનાવ્યા હતા. અક્ષર પટેલ 1 રન જ કરી શકયો હતો. અર્શદિપ 7 અને આવેશખાન 1 રને નોટઆઉટ રહ્યા હતા. આથી ભારતના પ0 ઓવરમાં 8 વિકેટે 296 રન થયા હતા. આફ્રિકા તરફથી બ્યૂરન હેંડ્રિકસે 3 અને બર્ગરે 2 વિકેટ લીધી હતી.

Share This Article