વિશ્વ કપના આખરી લીગ મેચમાં નેધરલેન્ડને 160 રને સજજડ હાર આપીને ટીમ

newzcafe
2 Min Read

ભારતીય ટીમનો વર્લ્ડ કપમાં સળંગ 9 મેચ જીતનો રેકોર્ડ


ભારતીય ટીમનો વર્લ્ડ કપમાં સળંગ 9 મેચ જીતનો રેકોર્ડ


બેંગ્લુરુ તા.13: વિશ્વ કપના આખરી લીગ મેચમાં નેધરલેન્ડને 160 રને સજજડ હાર આપીને ટીમ ઇન્ડિયાએ સતત નવ લીગ મેચ જીતનો રેકોર્ડ બનાવ્યો છે. ભારતે આ પહેલા 2003ના વિશ્વ કપમાં સતત 8 જીત મેળવી હતી. વિશ્વ કપમાં ઓસ્ટ્રેલિયાની ટીમ 2003 અને 2011માં સતત 11 મેચ જીતનો રેકોર્ડ ધરાવે છે. ગઇકાલે રમાયેલા આ મેચમાં ભારત તરફથી પ્લેયર ઓફ ધ મેચ શ્રેયસ અય્યર અને કેએલ રાહુલે ધૂંઆધાર સદી ફટકારી હતી. ભારતના 410 રન સામે નેધરલેન્ડની ટીમનો 47.પ ઓવરમાં 2પ0 રને સંકેલો થયો હતો. ખાસ વાત એ રહી હતી કે ભારત તરફથી 9 ખેલાડીએ બોલિંગ કરી હતી અને વિરાટ કોહલી તથા રોહિત શર્માને 1-1 વિકેટ પણ મળી હતી. ભારત તરફથી કપ્તાન રોહિત (61), શુભમન (પ1) અને વિરાટ (પ1)ની અર્ધસદી બાદ શ્રેયસ અય્યર અને કેએલ રાહુલે ડચ બોલર્સની ધોલાઇ કરીને ચોથી વિકેટમાં 128 દડામાં 208 રનની વિસ્ફોટક ભાગીદારી કરી હતી. શ્રેયસ 94 દડામાં 10 ચોકકા-પ છકકાથી 128 રને અણનમ રહ્યો હતો. જયારે રાહુલ 64 દડામાં 11 ચોકકા-2 છકકાથી 102 રને આઉટ થયો હતો. બાદમાં નેધરલેન્ડની ટીમ 2પ0 રનમાં ઓલઆઉટ થઇ હતી. બુમરાહ, સિરાજ, કુલદિપ અને રવીન્દ્રે 2-2 વિકેટ લીધી હતી. રોહિત-વિરાટને 1-1 વિકેટ મળી હતી.

Share This Article