IPL Top 10 Records: IPLના 10 અનબ્રેકેબલ રેકોર્ડ: કોહલી-ડિવિલિયર્સ સહિતના અદભૂત કારનામા

Arati Parmar
6 Min Read

IPL Top 10 Records: ઇન્ડિયન પ્રીમિયર લીગ 2025 આવતીકાલે 22 માર્ચથી શરૂ થશે. આ 18મી સીઝનની ફાઈનલ મેચ 25મી મેના રોજ રમાશે. ઓપનિંગ મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) વચ્ચે ઈડન ગાર્ડન ખાતે રમાશે. IPL 2025 સિઝનમાં 65 દિવસમાં આ 10 ટીમો વચ્ચે ફાઈનલ સહિત કુલ 74 મેચ રમાશે.

દર વખતની જેમ આ વખતે પણ ઘણા રેકોર્ડ બનશે અને તૂટશે. પરંતુ IPL ના ઈતિહાસમાં એવા 10 રેકોર્ડ્સ કે જેના તોડવાનું લગભગ અશક્ય છે, પરંતુ ક્રિકેટ એ અનિશ્ચિતતાઓની રમત છે, તેમાં કંઈપણ શક્ય છે. ચાલો જાણીએ આ ખાસ અને 10 મોટા રેકોર્ડ વિશે..

- Advertisement -

1. કોહલીનો આ રેકોર્ડ 9 વર્ષ સુધી અતૂટ રહ્યો

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ IPL માં એક એવો રેકોર્ડ બનાવ્યો છે જેને તોડવો અશક્ય લાગે છે. આ રેકોર્ડ 9 વર્ષથી અતૂટ રહ્યો છે. IPLની એક સિઝનમાં સૌથી વધુ 973 રન બનાવવાનો રેકોર્ડ કોહલીના નામે છે. તેને આ સિદ્ધિ 2016 માં મળી હતી. ત્યારબાદ કોહલીએ 4 સેન્ચુરી અને 7 ફિફ્ટી ફટકારી હતી. જોકે, ગુજરાત ટાઇટન્સ તરફથી રમતા શુભમન ગિલે 2023ની સિઝનમાં 890 રન બનાવ્યા હતા. તે આ રેકોર્ડની ખૂબ નજીક પહોંચી ગયો હતો.

- Advertisement -

2. કોહલી-ડીવિલિયર્સના નામે પાર્ટનરશીપનો રેકોર્ડ

વિરાટ કોહલી અને એબી ડીવિલિયર્સે RCB તરફથી રમતા IPL ઈતિહાસમાં સૌથી મોટી પાર્ટનરશીપનો રેકોર્ડ બનાવ્યો છે. 2016ની સિઝનમાં બંનેએ શાનદાર બેટિંગ કરી હતી અને ગુજરાત લાયન્સ સામેની મેચમાં બંનેએ મળીને 229 રન બનાવ્યા હતા. આ મેચમાં કોહલી અને ડીવિલિયર્સ બંનેએ સેન્ચુરી ફટકારી હતી. કોહલીએ 55 બોલમાં 109 રનની ઇનિંગ રમી હતી જ્યારે ડીવિલિયર્સે 52 બોલમાં 129 રન બનાવ્યા હતા.

- Advertisement -

3. ક્રિસ ગેલે સૌથી ઝડપી સેન્ચુરી ફટકારી હતી

ક્રિસ ગેલ IPL 2013 સીઝનમાં RCBનો ભાગ હતો. ત્યારબાદ તેણે પુણે વોરિયર્સ સામેની મેચમાં 30 બોલમાં સેન્ચુરી ફટકારી હતી. આ IPLની સૌથી ઝડપી સદી છે, જે હજુ પણ અતૂટ છે. તેના પછી બીજા નંબર પર ડેવિડ મિલર છે, જેમણે વર્ષ 2013ની એ જ સિઝનમાં પંજાબ કિંગ્સ તરફથી રમતા RCB સામે 38 બોલમાં સેન્ચુરી ફટકારી હતી.

4. યશસ્વીએ IPLની સૌથી ઝડપી ફિફ્ટી ફટકારી

IPLમાં સૌથી ઝડપી ફિફ્ટીનો રેકોર્ડ રાજસ્થાન રોયલ્સ (RR)ના ઓપનર યશસ્વી જયસ્વાલના નામે છે. 11 મે 2023ના રોજ, તેણે કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) સામેની મેચમાં 13 બોલમાં ફિફ્ટી ફટકારી હતી. આ મેચ ઈડન ગાર્ડન્સમાં રમાઈ હતી. યશસ્વીએ પોતાની ફિફ્ટી 6 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકારીને કરી હતી.

5. ગેઈલના સિક્સરનો રેકોર્ડ

ક્રિસ ગેલે આવો વધુ એક રેકોર્ડ બનાવ્યો છે, જેને તોડવા માટે ખૂબ પ્રયાસ કરવો પડશે. વર્ષ 2013ની સીઝનમાં ક્રિસ ગેલે RCB તરફથી રમતા એક મેચમાં 17 સિક્સર ફટકારી હતી. તેણે પૂણે વોરિયર્સ સામેની મેચમાં 175 રનની ઇનિંગ રમીને આ સિદ્ધિ મેળવી હતી. આ એક ઇનિંગમાં બેટર દ્વારા ફટકારવામાં આવેલી સૌથી વધુ સિક્સર હતી. આ ઉપરાંત IPLમાં કોઈપણ બેટર દ્વારા બનાવેલો આ સૌથી મોટો સ્કોર છે.

6. એક ઓવરમાં સૌથી વધુ રન

IPLમાં એક ઓવરમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ ક્રિસ ગેલ અને રવિન્દ્ર જાડેજાના નામે છે. 2011ની સિઝનમાં RCBના ક્રિસ ગેલે કોચી ટસ્કર્સ કેરલની ટીમના બોલર પારસનાથ પરમેશ્વરનની ઓવરમાં 37 રન બનાવ્યા હતા. આ ઓવરમાં બે નો-બોલ હતા અને ગેલે સતત ત્રણ સિક્સર ફટકારી હતી. જ્યારે જાડેજાએ 2021ની IPL સિઝનમાં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) તરફથી રમતી વખતે RCBના બોલર હર્ષલ પટેલની ઓવરમાં 37 રન બનાવ્યા હતા.

7. ડેબ્યૂ મેચમાં 6 વિકેટની સિદ્ધિ

વેસ્ટ ઈન્ડિઝના ફાસ્ટ બોલર અલઝારી જોસેફે IPLમાં ડેબ્યુ કરતાની સાથે જ હલચલ મચાવી દીધી હતી. તેણે મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમતા 2019માં ડેબ્યૂ કર્યું હતું. ત્યાર બાદ પહેલી જ મેચમાં તેણે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે 3.4 ઓવરમાં 12 રન આપીને 6 વિકેટ ઝડપી હતી. આ રેકોર્ડ હજુ પણ અતૂટ છે.

8. ત્રણ વખત સૌથી વધુ હેટ્રિકનો રેકોર્ડ

IPLના ઈતિહાસમાં એક એવો બોલર છે જેણે એક નહીં પરંતુ ત્રણ વખત હેટ્રિક લીધી છે. તે બોલરનું નામ છે અમિત મિશ્રા. ભારતીય ટીમનો સ્ટાર સ્પિનર ​​અમિત મિશ્રા IPLમાં ત્રણ વખત હેટ્રિક લેનાર એકમાત્ર બોલર છે. તેણે દિલ્હી ડેરડેવિલ્સ (હવે દિલ્હી કેપિટલ્સ), ડેક્કન ચાર્જર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ સામે આ સિદ્ધિ મેળવી છે.

9. આ ટીમે સતત સૌથી વધુ મેચ જીતી છે

કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ની ટીમે IPLમાં કંઈક એવું કર્યું છે જે આજ સુધી કોઈ અન્ય ટીમ કરી શકી નથી. KKR એ 2014 અને 2015 સીઝન વચ્ચે સતત 10 મેચ જીતી હતી. જે એક રેકોર્ડ છે. કોલકાતાએ 2014ની સિઝનમાં આ ખિતાબ જીત્યો હતો. જો જોવામાં આવે તો KKRએ સતત 14 T20 મેચ જીતી છે. IPL જીત્યા બાદ ચેમ્પિયન્સ લીગ T20માં પણ 5 મેચ જીતી હતી.

10. એક સિઝનમાં સૌથી વધુ કેચ

IPLમાં બેટ અને બોલ સિવાય ફિલ્ડિંગમાં પણ ઘણા રોમાંચક દ્રશ્યો જોવા મળ્યા છે. ફિલ્ડિંગમાં પણ ઘણા અતૂટ અને અદભૂત રેકોર્ડ બનાવ્યા છે. આમાં એક નામ દક્ષિણ આફ્રિકાના પૂર્વ દિગ્ગજ એબી ડીવિલિયર્સનું છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી રમતી વખતે તેણે 2016ની સિઝનમાં માત્ર એક કે બે નહીં પરંતુ 19 કેચ પકડ્યા હતા. આ એક સિઝનમાં કોઈપણ ફિલ્ડર (વિકેટકીપર નહીં) દ્વારા લેવામાં આવેલા સૌથી વધુ કેચ છે.

Share This Article