Ireland vs West Indies: વનડે ક્રિકેટમાં હેલી મેથ્યુઝનો કમાલ, ૧૫૯ રનની તોફાની ઈનિંગ સાથે વેસ્ટઈન્ડિઝને અપાવી ઐતિહાસિક જીત

Arati Parmar
2 Min Read

Ireland vs West Indies: વેસ્ટઈન્ડિઝ મહિલા ક્રિકેટ ટીમે શુક્રવાર એટલે કે ૧૦ જુલાઈના રોજ બ્રેડી ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાયેલી પ્રથમ વનડેમાં આયર્લેન્ડને ૯ વિકેટથી હરાવી દીધું. વેસ્ટઈન્ડિઝની આ મોટી જીતમાં કેપ્ટન હેલી મેથ્યુઝે બોલ અને બેટથી શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું. ૨૭૦ રનના લક્ષ્યાંકનો પીછો કરતા તેમણે એકલા હાથે ૧૫૯ રનની ઈનિંગ રમી નાખી. આ જીત સાથે વેસ્ટઈન્ડિઝે ત્રણ વનડે મેચોની શ્રેણીમાં ૧-૦ ની લીડ બનાવી લીધી છે.

આયર્લેન્ડે બનાવ્યા ૨૬૯ રન

- Advertisement -

વેસ્ટઈન્ડિઝે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આયર્લેન્ડની મહિલા ટીમે પ્રથમ બેટિંગ કરતા ૪૯ ઓવરમાં તમામ ૧૦ વિકેટ ગુમાવીને ૨૬૯ રન બનાવ્યા હતા. આયર્લેન્ડ માટે ત્રીજા નંબર પર બેટિંગ કરવા આવેલી વિકેટકીપર બેટ્સમેન એમી હન્ટરે ૯૦ બોલમાં ૬ ચોગ્ગાની મદદથી ૯૬ રનની ઈનિંગ રમી હતી.

આ સિવાય કેપ્ટન ગેબી લેવિસે ૩૯ રન બનાવ્યા હતા. ઓર્લા પ્રેન્ડરગેસ્ટે ૩૦ અને લુઈસ લિટલે ૨૭ રન બનાવ્યા હતા. વેસ્ટઈન્ડિઝ માટે એફી ફ્લેચરે ૧૦ ઓવરમાં ૪૯ રન આપીને ૪, અને હેલી મેથ્યુઝે ૧૦ ઓવરમાં ૫૨ રન આપીને ૩ વિકેટ લીધી હતી. જેનિલેયા ગ્લાસગો અને કરિશ્મા રામહરકને ૧-૧ વિકેટ મળી હતી.

- Advertisement -

હેલી મેથ્યુઝની તોફાની ઈનિંગ

૨૭૦ રનના લક્ષ્યાંકને હાંસલ કરવા ઉતરેલી વેસ્ટઈન્ડિઝ માટે કેપ્ટન હેલી મેથ્યુઝ અને રીલિયાના ગ્રિમન્ડે શાનદાર શરૂઆત કરી અને પ્રથમ વિકેટ માટે ૨૫૮ રનની ભાગીદારી કરી. વેસ્ટઈન્ડિઝ મહિલા ટીમ તરફથી વનડે ફોર્મેટની આ સૌથી મોટી ભાગીદારી છે. મેથ્યુઝ ૧૨૩ બોલમાં ૨ છગ્ગા અને ૨૪ ચોગ્ગાની મદદથી ૧૫૯ રન બનાવીને અણનમ રહી. મેથ્યુઝની આ ૧૧મી વનડે સદી હતી અને વનડેની સૌથી મોટી વ્યક્તિગત ઈનિંગ હતી. ગ્રિમન્ડ પોતાની સદી ચૂકી ગઈ. તે ૧૦૭ બોલમાં ૧૧ ચોગ્ગાની મદદથી ૯૧ રન બનાવીને આઉટ થઈ. સ્ટેફની ટેલર ૨ રન પર અણનમ રહી.

- Advertisement -
Share This Article