Jos Buttler 15000 Runs: 15000 T20 રન બનાવનાર પ્રથમ બેટ્સમેન બન્યો જોશ બટલર, પોલાર્ડ-ગેલ સહિતના દિગ્ગજોને પાછળ છોડ્યા

Arati Parmar
2 Min Read

જોશ બટલર બન્યો T20 ક્રિકેટનો પ્રથમ 15 હજારી, 528 મેચમાં રચ્યો ઐતિહાસિક રેકોર્ડ

Jos Buttler 15000 Runs: T20 ક્રિકેટને તેનો પ્રથમ 15 હજારી મળી ગયો છે. ઇંગ્લેન્ડના જોશ બટલર આ ફોર્મેટમાં 15000 રન બનાવનાર પ્રથમ બેટ્સમેન બની ગયા છે. વેસ્ટ ઇન્ડિઝના કિરોન પોલાર્ડ 14999 રન પર હતા, પરંતુ બટલરે તેમની પહેલાં 15 હજારનો આંકડો સ્પર્શી લીધો. ઇંગ્લેન્ડ સામેની બીજી T20 ઇન્ટરનેશનલ મેચમાં બટલરે 30 રનની ઇનિંગ રમી. આ મેચ પહેલાં તેમના નામે 14970 રન હતા.

જોશ બટલરનો T20માં રેકોર્ડ

528 મેચમાં જોશ બટલરે 15000 રન પૂર્ણ કર્યા છે. 2009માં આ ફોર્મેટમાં બટલરે પોતાની પ્રથમ મેચ રમી હતી. શરૂઆતમાં તેઓ મિડલ ઓર્ડરના બેટ્સમેન હતા, પરંતુ ત્યારબાદ ઓપનર બની ગયા. 497 ઇનિંગ્સમાં બટલરે 9 સદી સાથે 107 અડધી સદી ફટકારી છે. તેમની સરેરાશ લગભગ 36 છે, જ્યારે સ્ટ્રાઇક રેટ 148નો છે. તેમના બેટમાંથી 1363 ચોગ્ગા સાથે 659 છગ્ગા પણ નીકળ્યા છે.

- Advertisement -

T20 ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ લાંબા સમય સુધી ક્રિસ ગેલના નામે હતો. તેઓ આ ફોર્મેટમાં 10000 રન બનાવનાર પ્રથમ બેટ્સમેન પણ હતા. 2022માં ગેલે પોતાની છેલ્લી T20 મેચ રમી હતી. તેમના નામે 14562 રન હતા. બટલર અને પોલાર્ડ ઉપરાંત ઇંગ્લેન્ડના એલેક્સ હેલ્સ પણ રનના મામલે ગેલથી આગળ નીકળી ગયા છે. જમણા હાથના ઓપનરના નામે 14581 રન છે.

T20 ક્રિકેટમાં સૌથી વધુ રન

  • જોશ બટલર- 15000 રન
  • કિરોન પોલાર્ડ- 14999 રન
  • એલેક્સ હેલ્સ- 14581 રન
  • ક્રિસ ગેલ- 14562 રન
  • ડેવિડ વોર્નર- 14284 રન

T20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં પણ જોશ બટલરનો રેકોર્ડ શાનદાર છે. શ્રીલંકા સામે ચાલી રહેલી શ્રેણીની પ્રથમ મેચમાં જ તેમણે રનના મામલે રોહિત શર્માને પાછળ છોડી દીધા હતા. સૌથી વધુ T20 ઇન્ટરનેશનલ રન બનાવનારની યાદીમાં બટલર બીજા સ્થાને છે. 162 મેચમાં 34ની સરેરાશ અને 150ના સ્ટ્રાઇક રેટથી તેઓ 4322 રન બનાવી ચૂક્યા છે. તેમાં બે સદી અને 29 અડધી સદી સામેલ છે. માત્ર પાકિસ્તાનના બાબર આઝમ જ તેમનાથી આગળ છે.

- Advertisement -
Share This Article