Megan Schutt Two Match Ban: ઓસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટ ટીમની ઝડપી બોલર મેગન શટ પર બે મેચનો પ્રતિબંધ

Arati Parmar
2 Min Read

Megan Schutt Two Match Ban: ઓસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટ ટીમની અનુભવી ઝડપી બોલર મેગન શટ પર બે મેચનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ કાર્યવાહી ક્રિકેટ ઑસ્ટ્રેલિયાની સ્પોર્ટ્સ સાયન્સ અને સ્પોર્ટ્સ મેડિસિન માર્ગદર્શિકાના ઉલ્લંઘનને કારણે કરવામાં આવી છે. આ મામલો પ્રિસ્ક્રિપ્શન દવા (ડૉક્ટરની સલાહથી આપવામાં આવતી દવા) સંબંધિત નિયમોનું પાલન ન કરવા સાથે જોડાયેલો છે.

ક્રિકેટ ઑસ્ટ્રેલિયાએ સ્પષ્ટતા કરી

ક્રિકેટ ઑસ્ટ્રેલિયા દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે મેગન શટ દ્વારા આ નિયમનું ઉલ્લંઘન સ્પર્ધાત્મક સત્રની બહાર થયું હતું. આ સાથે બોર્ડે એ પણ સ્પષ્ટ કર્યું છે કે આ દવાનું સેવન કરવાનો હેતુ કોઈપણ રીતે રમતના પ્રદર્શનને સુધારવાનો નહોતો. ક્રિકેટ ઑસ્ટ્રેલિયાએ શટને સંપૂર્ણ સમર્થન આપવાની ખાતરી આપી છે અને ખેલાડીઓને તેમની જવાબદારીનો અહેસાસ કરાવવા પર ભાર મૂક્યો છે.

- Advertisement -

આ બે મેચમાંથી બહાર રહેશે

બે મેચના આ પ્રતિબંધની અસર આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક, બંને પ્રકારની ક્રિકેટ મેચો પર પડશે. તેના કારણે 33 વર્ષીય ઓસ્ટ્રેલિયન બોલર ન્યૂઝીલેન્ડ સામે નોર્થ સિડની ઓવલમાં રમાનારી ત્રીજી અને અંતિમ T20 આંતરરાષ્ટ્રીય મેચમાં ભાગ લઈ શકશે નહીં. આ ઉપરાંત, તે મહિલા બિગ બેશ લીગ 2026માં એડિલેડ સ્ટ્રાઇકર્સની સિઝનની પ્રથમ મેચમાં પણ રમી શકશે નહીં, જે 31 ઑક્ટોબરે મેલબોર્ન સ્ટાર્સ સામે રમાવાની છે.

મેગન શટે પોતાની ભૂલ સ્વીકારી

શિસ્તબદ્ધ વલણ દર્શાવતાં મેગન શટે પોતાની આ ભૂલ અંગે કોઈ સ્પષ્ટતા આપવાને બદલે ક્રિકેટ ઑસ્ટ્રેલિયા દ્વારા આપવામાં આવેલી સજા સંપૂર્ણપણે સ્વીકારી લીધી છે. તેમણે પોતાની આ બેદરકારી બદલ ઊંડો અફસોસ વ્યક્ત કરતાં સાથી ખેલાડીઓ, બોર્ડ અને ચાહકોની માફી માગી છે.

- Advertisement -
Share This Article