South Africa Test Ranking: ઓસ્ટ્રેલિયાને હરાવી દક્ષિણ આફ્રિકા ટેસ્ટ રેન્કિંગમાં નંબર-1 બની, WTC પોઈન્ટ્સ ટેબલમાં પણ મોટો ફાયદો

Arati Parmar
2 Min Read

દક્ષિણ આફ્રિકાએ ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ શ્રેણી 2-1થી જીતી, ભારત ચોથા ક્રમે યથાવત

South Africa Test Ranking: દક્ષિણ આફ્રિકાએ ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ મેચની ટેસ્ટ શ્રેણી 2-1થી જીતી લીધી છે. કેપટાઉનમાં રમાયેલી અંતિમ ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં ઓસ્ટ્રેલિયા પાસે 100 રનની સરસાઈ હતી. તેમ છતાં દક્ષિણ આફ્રિકાએ આ મેચ 176 રનના મોટા અંતરથી જીતી હતી. આ જીતને કારણે દક્ષિણ આફ્રિકાની ટીમ ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ્સ ટેબલમાં ટોપ-2માં પહોંચી ગઈ છે.

રેન્કિંગમાં નંબર-1 બની દક્ષિણ આફ્રિકા

ઓસ્ટ્રેલિયા સામેની અંતિમ ટેસ્ટમાં જીત મેળવીને ડિફેન્ડિંગ વર્લ્ડ ચેમ્પિયન દક્ષિણ આફ્રિકા ટેસ્ટ રેન્કિંગમાં ટોચના સ્થાને પહોંચી ગઈ હતી. ટેસ્ટમાં દક્ષિણ આફ્રિકાના 124 રેટિંગ પોઈન્ટ થઈ ગયા છે. અત્યાર સુધી ઓસ્ટ્રેલિયાની ટીમ પ્રથમ ક્રમે હતી. ટીમની હાર બાદ તેના 122 રેટિંગ પોઈન્ટ થઈ ગયા છે અને તે બીજા ક્રમે આવી ગઈ છે. ન્યૂઝીલેન્ડ ત્રીજા ક્રમે જ્યારે ભારત ચોથા ક્રમે છે.

- Advertisement -

ICCની તાજેતરની ટેસ્ટ રેન્કિંગ

રેન્કટીમરેટિંગ
1દક્ષિણ આફ્રિકા124
2ઓસ્ટ્રેલિયા122
3ન્યૂઝીલેન્ડ106
4ભારત105
5ઇંગ્લેન્ડ102
6બાંગ્લાદેશ77
7શ્રીલંકા75
8વેસ્ટ ઇન્ડિઝ74
9પાકિસ્તાન71
10ઝિમ્બાબ્વે17

ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ્સ ટેબલમાં ઓસ્ટ્રેલિયા ત્રીજા ક્રમે

દક્ષિણ આફ્રિકા સામેની હારને કારણે ઓસ્ટ્રેલિયાએ ટેસ્ટમાં નંબર-1નું રેન્કિંગ ગુમાવવાની સાથે ટેસ્ટ ચેમ્પિયનશિપમાં પણ નુકસાન સહન કરવું પડ્યું છે. ટીમ પોઈન્ટ્સ ટેબલમાં ત્રીજા ક્રમે પહોંચી ગઈ છે. 2023ની ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાના 13 મેચ બાદ 69.23 ટકા પોઈન્ટ છે. જ્યારે દક્ષિણ આફ્રિકાના 71.43 ટકા પોઈન્ટ છે. ઓસ્ટ્રેલિયાએ આગામી શ્રેણી ડિસેમ્બર-જાન્યુઆરીમાં ન્યૂઝીલેન્ડ સામે રમવાની છે. ન્યૂઝીલેન્ડની ટીમ 72.22 ટકા પોઈન્ટ સાથે ટોચના સ્થાને છે.

ઓસ્ટ્રેલિયા પહેલાં ન્યૂઝીલેન્ડની ટીમ પોતાના ઘરઆંગણે ભારત સામે 19 નવેમ્બરથી બે મેચની ટેસ્ટ શ્રેણી રમશે. ભારતીય ટીમ માટે આ શ્રેણી મહત્ત્વપૂર્ણ બનવાની છે. ટીમ 11 મેચમાં 51.52 ટકા પોઈન્ટ સાથે ટેબલમાં ચોથા ક્રમે છે. આવતા વર્ષની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયાની ટીમ પાંચ મેચની બોર્ડર-ગાવસ્કર ટ્રોફી માટે ભારતનો પ્રવાસ પણ કરશે.

- Advertisement -
Share This Article