Vaibhav Suryavanshi 28 Sixes: વૈભવ સૂર્યવંશીએ એકલા ફટકાર્યા 28 છગ્ગા, સચિન, સહેવાગ અને ક્રિસ ગેલનો સંયુક્ત રેકોર્ડ તોડ્યો

Arati Parmar
3 Min Read
Vaibhav Suryavanshi 28 Sixes

વનડેના ત્રણ દિગ્ગજ કરતાં વૈભવ સૂર્યવંશીના બે છગ્ગા વધુ, 53 બોલમાં ફટકારી 204 રનની ઐતિહાસિક ઇનિંગ

Vaibhav Suryavanshi 28 Sixes: વનડે ક્રિકેટના ઇતિહાસમાં પ્રથમ બેવડી સદી સચિન તેંડુલકરના બેટમાંથી નીકળી હતી. 2010માં ગ્વાલિયરમાં દક્ષિણ આફ્રિકા સામે સચિને 200 રનની ઇનિંગ રમી હતી. આ ઇનિંગમાં તેમણે 25 ચોગ્ગા ઉપરાંત 3 છગ્ગા ફટકાર્યા હતા. ત્યારબાદ ભારતના દિગ્ગજ ઓપનર વીરેન્દ્ર સહેવાગે 2011માં ઇન્દોરમાં વેસ્ટ ઇન્ડિઝ સામે 25 ચોગ્ગા અને 7 છગ્ગાની મદદથી વનડેમાં 219 રનની ઇનિંગ રમી હતી.

ક્રિસ ગેલની બેવડી સદીમાં 16 છગ્ગા

વેસ્ટ ઇન્ડિઝના દિગ્ગજ બેટ્સમેન ક્રિસ ગેલના નામે પણ વનડેમાં બેવડી સદી નોંધાયેલી છે. 2015ના વર્લ્ડ કપ દરમિયાન તેમણે ઝિમ્બાબ્વે સામે 215 રનની ઇનિંગ રમી હતી. તે સમયે તેમણે 10 ચોગ્ગા અને 16 છગ્ગા ફટકાર્યા હતા. ત્યારે ગેલે વનડેની એક ઇનિંગમાં સૌથી વધુ છગ્ગા ફટકારવાના વર્લ્ડ રેકોર્ડની બરાબરી કરી હતી. આ ત્રણેય બેટ્સમેનોની વાત કરીએ તો તેમની બેવડી સદીની ઇનિંગમાં કુલ મળીને 26 છગ્ગા ફટકાર્યા હતા.

- Advertisement -
ખેલાડીતારીખરનબોલચોગ્ગાછગ્ગાસ્ટ્રાઇક રેટસામેમેદાન
સચિન તેંડુલકર24 ફેબ્રુઆરી 2010200*147253136.05દક્ષિણ આફ્રિકાગ્વાલિયર
વીરેન્દ્ર સહેવાગ8 ડિસેમ્બર 2011219149257146.97વેસ્ટ ઇન્ડિઝઇન્દોર
ક્રિસ ગેલ24 ફેબ્રુઆરી 20152151471016146.25ઝિમ્બાબ્વેકેનબેરા

વૈભવ સૂર્યવંશીએ એકલા 28 છગ્ગા ફટકાર્યા

વૈભવ સૂર્યવંશીએ એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સમાં UAE સામે બેવડી સદી ફટકારી હતી. જોકે, આ 50 ઓવરની મેચ હતી, પરંતુ તેને આંતરરાષ્ટ્રીય ક્રિકેટની માન્યતા પ્રાપ્ત નહોતી. 50 ઓવરની ક્રિકેટની તમામ મેચ લિસ્ટ A હેઠળ આવે છે. દરેક વનડે મેચ લિસ્ટ A મેચ પણ હોય છે. વૈભવે આ મેચમાં 53 બોલમાં 204 રનની ઇનિંગ રમી હતી. કતારના દોહામાં રમાયેલી આ ઇનિંગમાં તેમણે 7 ચોગ્ગા અને 28 છગ્ગા ફટકાર્યા હતા. એટલે કે સચિન, સહેવાગ અને ગેલે મળીને બેવડી સદીની ઇનિંગમાં જેટલા છગ્ગા ફટકાર્યા હતા, તેના કરતાં વૈભવે એકલાએ બે વધુ છગ્ગા ફટકાર્યા હતા.

વૈભવે એક પછી એક અનેક રેકોર્ડ તોડ્યા

વૈભવ સૂર્યવંશીની કારકિર્દીની આ 16મી લિસ્ટ A મેચ હતી. તેમણે માત્ર 28 બોલમાં સદી ફટકારી હતી. લિસ્ટ A કારકિર્દીમાં કોઈ પણ બેટ્સમેન દ્વારા ફટકારવામાં આવેલી આ સૌથી ઝડપી સદી છે. તેમણે ઓસ્ટ્રેલિયાના જેક ફ્રેઝર મેકગર્કનો રેકોર્ડ તોડ્યો હતો, જેમણે 29 બોલમાં સદી ફટકારી હતી.

- Advertisement -

વૈભવ લિસ્ટ A ક્રિકેટની એક ઇનિંગમાં સૌથી વધુ છગ્ગા ફટકારનાર બેટ્સમેન પણ બની ગયા છે. ઓસ્ટ્રેલિયાના ડાર્સી શોર્ટે 2018માં ઘરેલુ ક્રિકેટમાં 257 રનની ઇનિંગ દરમિયાન 23 છગ્ગા ફટકાર્યા હતા.

53 બોલમાં બેવડી સદી ફટકારવી લિસ્ટ A ક્રિકેટની સૌથી ઝડપી બેવડી સદી પણ છે. અન્ય કોઈ પણ બેટ્સમેને 100થી ઓછી બોલમાં બેવડી સદી ફટકારી નથી.

- Advertisement -
Share This Article