WI vs PAK: વેસ્ટ ઇન્ડીઝ સામે પાકિસ્તાનની હાર, વિદેશમાં સતત 8મી ટેસ્ટ મેચ ગુમાવી

Arati Parmar
2 Min Read

WI vs PAK: જાડેન સીલ્સના પાંચ વિકેટની મદદથી વેસ્ટ ઇન્ડીઝે પ્રથમ ટેસ્ટ ક્રિકેટ મેચમાં પાકિસ્તાનને 90 રને હરાવી બે મેચની શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી લીધી. પ્રથમ ઇનિંગ્સમાં 311 રન બનાવનાર વેસ્ટ ઇન્ડીઝની ટીમે પોતાની બીજી ઇનિંગ્સમાં 181 રન બનાવી પાકિસ્તાન સામે 211 રનનું લક્ષ્ય રાખ્યું, પરંતુ તેની ટીમ માત્ર 120 રન પર ઓલઆઉટ થઈ ગઈ. પાકિસ્તાને પ્રથમ ઇનિંગ્સમાં 282 રન બનાવ્યા હતા.

ઘરથી બહાર પાકિસ્તાનની સતત 8મી હાર

- Advertisement -

ટેસ્ટમાં પાકિસ્તાન ક્રિકેટ ટીમને ઘરથી બહાર રમાયેલી છેલ્લી તમામ 8 ટેસ્ટમાં હાર મળી છે. છેલ્લે ત્રણ વર્ષ પહેલાં પાકિસ્તાને ઘરથી બહાર શ્રીલંકાને હરાવ્યું હતું. કોલંબોમાં રમાયેલી મેચમાં ટીમને ઇનિંગ્સ અને 222 રને હાર મળી હતી. જોકે ત્યારબાદ ઑસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકા, બાંગ્લાદેશ અને હવે વેસ્ટ ઇન્ડીઝમાં ટીમ ટેસ્ટ મેચ હારી છે.

પાકિસ્તાન ટીમની ટેસ્ટમાં વિદેશમાં આ સતત સૌથી વધુ હાર છે. વર્ષ 2018થી 2020 દરમિયાન ટીમને વિદેશમાં સતત 7 ટેસ્ટમાં હાર મળી હતી. ત્યારે ઇંગ્લેન્ડ, ઑસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકામાં હારનો સામનો કરવો પડ્યો હતો.

- Advertisement -

વિદેશમાં પાકિસ્તાનની છેલ્લી 8 ટેસ્ટ

વિરોધી ટીમમેદાનપરિણામહારનું અંતરમેચની શરૂઆત
વેસ્ટ ઇન્ડીઝતારૂબાહાર90 રન25 જુલાઈ 2026
બાંગ્લાદેશસિલહટહાર78 રન16 મે 2026
બાંગ્લાદેશમીરપુરહાર104 રન8 મે 2026
સાઉથ આફ્રિકાકેપટાઉનહાર10 વિકેટ3 જાન્યુઆરી 2025
સાઉથ આફ્રિકાસેન્ચુરિયનહાર2 વિકેટ26 ડિસેમ્બર 2024
ઑસ્ટ્રેલિયાસિડનીહાર8 વિકેટ3 જાન્યુઆરી 2024
ઑસ્ટ્રેલિયામેલબર્નહાર79 રન26 ડિસેમ્બર 2023
ઑસ્ટ્રેલિયાપર્થહાર360 રન14 ડિસેમ્બર 2023

કેપ્ટન બદલવાનો પણ ફાયદો નહીં

- Advertisement -

પાકિસ્તાને આ શ્રેણી પહેલાં પોતાનો ટેસ્ટ કેપ્ટન બદલી દીધો હતો. 2023માં કેપ્ટન બનેલા શાન મસૂદને હટાવી બાબર આઝમને જવાબદારી સોંપવામાં આવી હતી. ત્યારે બાબર આઝમના સ્થાને જ મસૂદ કેપ્ટન બન્યા હતા. શ્રીલંકા સામે 2023માં મળેલી હારમાં બાબર જ કેપ્ટન હતા. વચ્ચેની 6 મેચોમાં મસૂદ પાસે સુકાન હતું, જ્યારે વેસ્ટ ઇન્ડીઝ સામે બાબરે કેપ્ટનશિપ કરી હતી.

Share This Article