Wushu Youth Olympics Medal: ભારતીય વુશુ ખેલાડી રાજકુમારી લંચેનબી ચાનુએ મંગળવારે અહીં યુથ ઓલિમ્પિક 2026ની મહિલા ચાંગક્વાન સંયુક્ત સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો છે. વુશુમાં આ સ્પર્ધામાં મેડલ જીતનારી તે પ્રથમ ભારતીય ખેલાડી બની છે.
મણિપુરની રહેવાસી ચાનુએ કુલ 18.039 પોઇન્ટ મેળવીને ત્રીજું સ્થાન મેળવ્યું હતું.
આ સ્પર્ધામાં ઇજિપ્તની સોન્ડોસ સોનબોલે 18.660 પોઇન્ટ સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો, જ્યારે વેનેઝુએલાની વાલેરિયા ફ્રાનેરિસ ડુડામેલે 18.199 પોઇન્ટ સાથે સિલ્વર મેડલ મેળવ્યો હતો.
A historic podium finish for India! 🇮🇳🥉
Rajkumari Lanchenbi Chanu clinches bronze in the Women’s Changquan Combined event at #Dakar2026 with a combined score of 18.039! ✨
#YouthOlympics #Olympics https://t.co/DywcHFvwCp
— Olympic Khel ™ (@OlympicKhel) November 3, 2026
ભારતીય ખેલાડીએ ચાંગક્વાન સ્પર્ધામાં 9.316 પોઇન્ટ મેળવીને બીજું સ્થાન મેળવ્યું હતું, જ્યારે ગુનશુ સ્પર્ધામાં 8.723 પોઇન્ટ સાથે તે ત્રીજા ક્રમે રહી હતી.
ડકાર યુથ ઓલિમ્પિકમાં ભારત અત્યાર સુધીમાં એક સિલ્વર અને બે બ્રોન્ઝ મેડલ જીતી ચૂક્યું છે. આ પહેલાં સોમવારે યુવા ખેલાડી ખુશ્બુ રાજકભાઈએ સિલ્વર મેડલ જીતીને સ્પર્ધામાં પોતાનું અભિયાન પૂરું કર્યું હતું. તે યુથ ઓલિમ્પિકમાં મેડલ જીતનારી બીજી ભારતીય જુડો ખેલાડી બની હતી.
બીજી તરફ, ઉભરતી સ્વિમર ધિનીધી દેસિંઘુએ પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે મહિલા 100 મીટર ફ્રીસ્ટાઇલ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો હતો.

