AC Cooling Tips: ગરમી હવે શરુ થઈ રહી છે ત્યારે ઘણા દિવસોથી બંધ રાખેલુ AC ફરીથી શરુ કરવાની જરુર પડી છે પણ તમે નોંધ્યુ હશે કે ACમાં બરોબર કુલિંગ નથી થઈ રહ્યું તો હવે શું કરવું. જો AC બરાબર કામ ન કરે કે કુલિંગ બરોબર ના આપે તો આપણે પરેશાન થઈ જઈએ છીએ.
ત્યારે કેટલાક લોકો સમજે છે AC ખરાબ થઈ ગયુ છે આથી રિપેરમેનને બોલાવીને ઘણા પૈસા ખર્ચી નાખે છે. ઘણી વખત એવું બને છે કે આપણે જાતે જ સમસ્યાનો ઉકેલ લાવી શકીએ છીએ. તમને જણાવી દઈએ કે જો તમારા ACમાં બરોબર કુલિંગ નથી થતું તો બસ આટલું ચેક કરવાનું રહેશે.
AC ફિલ્ટર સાફ કરો : ACમાં કુલિંગ ના થવા પાછળનું એક મોટું કારણ એસીની યોગ્ય સફાઈનો અભાવ પણ હોઈ શકે છે. જો તમે તમારા ACના ફિલ્ટરને લાંબા સમય સુધી સાફ નથી કરતા, તો ACની ઠંડક ઓછી થઈ જાય છે કારણ કે ફિલ્ટરમાં ગંદકી સતત જમા થતી રહે છે. ગંદકીના સંચયને કારણે, હવાનો પ્રવાહ ખૂબ ઓછો થઈ જાય છે તેથી પહેલા ફિલ્ટર સાફ કરી લો.
એસી મોટર તપાસો : કેટલીકવાર એસી મોટરને પણ અસર થાય છે અને તેના કારણે રૂમ ઝડપથી ઠંડો થતો નથી. જો AC ફિલ્ટર અને અન્ય વસ્તુઓ બરાબર કામ કરી રહી હોય, તો તમારે એસી મોટરની તપાસ કોઈ વ્યાવસાયિક દ્વારા કરાવવી જોઈએ. આ સિવાય તમારે ACનું થર્મોસ્ટેટ અને કોમ્પ્રેસર પણ ચેક કરવું જોઈએ.
કૂલિંગ મોડમાં ભૂલ થઈ : કૂલિંગ મોડ પણ તમારા ACના ઠંડક માટે ખૂબ જ જવાબદાર છે. તમારે એ વાત પર ધ્યાન આપવું પડશે કે જો તમારા રૂમ પ્રમાણે AC નો મોડ યોગ્ય નથી, તો તે તમારા રૂમને કોઈપણ રીતે ઠંડક આપી શકશે નહીં. તેથી, તે મહત્વનું છે કે તમે એકવાર કૂલિંગ મોડને ચેક કરી લો.
કન્ડેન્સર કોઇલ તપાસો : સ્પ્લિટ ACનો એક ભાગ ઘરની અંદર લગાવવામાં આવ્યો છે પરંતુ કન્ડેન્સર કોઇલનો ભાગ ઘરની બહાર છે જેના કારણે રૂમની ગરમ હવા બહાર આવે છે. અહીં પણ ધૂળ કે માટી કે ક્યારેક પક્ષીઓ પોતાનો માળો બનાવે છે. આના કારણે, કન્ડેન્સર કોઇલ ગરમ હવાને રૂમની બહાર યોગ્ય રીતે ફેંકી શકતી નથી અને રૂમ ઝડપથી ઠંડો થતો નથી. કન્ડેન્સર કોઇલને સાફ કરવા માટે તમે બ્રશ અથવા વોટર સ્પ્રેની મદદ લઇ શકો છો.

