All iPhone Produce in India: એપલનો મોટો નિર્ણય, હવે તમામ iPhone ભારતમાંથી થશે પ્રોડ્યુસ, અમેરિકામાં થશે સપ્લાય

Arati Parmar
By Arati Parmar 2 Min Read

All iPhone Produce in India: એપલના સીઇઓ ટીમ કૂક દ્વારા કંપનીની મીટિંગમાં જાહેરાત કરવામાં આવી હતી કે કંપની અમેરિકામાં વેચાતા તમામ મોબાઇલ જૂનમાં ભારતમાંથી સોર્સ કરશે. યુનિયન ટેલિકોમ મિનિસ્ટર જ્યોતિરાદિત્ય સિંધિયા એ મંગળવારે જણાવ્યું હતું કે ઓરિજિનલ સાધનો મેન્યુફેક્ચર કરતી કંપનીઓ માટે હાલમાં ભારતમાં રોકાણ કરવું ખૂબ જ વ્યૂહાત્મક છે. તેમણે ઉદાહરણ આપ્યું હતું કે એપલ હવે તમામ આઇફોન ભારતમાંથી સોર્સ કરશે.

ભારત ટેલિકોમ ઈવેન્ટ દરમિયાન જ્યોતિરાદિત્ય સિંધિયા એ જણાવ્યું કે ભારતમાં રોકાણ કરવું માત્ર લાભદાયી નહીં, પણ બુદ્ધિશાળી પગલું છે. આ અંગે વધુ માહિતી આપતાં તેમણે કહ્યું, “એપલ દ્વારા તેમના તમામ મોબાઇલ આગામી વર્ષમાં ભારતમાં પ્રોડ્યુસ કરીને સોર્સ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. જ્યારે તમે ભારતમાં રોકાણ કરો છો, ત્યારે તમને ઉપલબ્ધતા, વિશ્વસનીયતા, અને મૂલ્યતા મળે છે.”

- Advertisement -
Share This Article