Location Tracking 5G: Ericsson અને MediaTek ની મોટી સફળતા, 5G GNSS RTKથી સચોટ લોકેશન ટ્રેકિંગનું ટેસ્ટિંગ સફળ

Arati Parmar
3 Min Read

Location Tracking 5G: વિશ્વમાં પ્રથમ વખત 5G નેટવર્કનો ઉપયોગ કરીને કોઈ લોકેશનને સચોટ રીતે ટ્રેક કરવામાં આવ્યું છે. આ સફળતા એરિક્સન અને મિડિયાટેકને મળી છે. બંને કંપનીઓએ સાથે મળીને 5G નેટવર્ક દ્વારા એકદમ સચોટ લોકેશન ટ્રેક કરવાનો સફળ ટેસ્ટ કર્યો છે. આ ઉપલબ્ધિ ભવિષ્યમાં સેલ્ફ-ડ્રાઇવિંગ કાર, ડિલિવરી ડ્રોન અને ફેક્ટરીઓમાં કામ કરતા રોબોટ્સ માટે મદદરૂપ સાબિત થઈ શકે છે. આ ટેક્નોલોજીને GNSS RTK કહેવામાં આવી રહી છે. ચાલો તેને વિગતવાર સમજીએ.

GPS ટેક્નોલોજીથી કેવી રીતે અલગ?

- Advertisement -

એરિક્સન તરફથી આપવામાં આવેલી માહિતી અનુસાર, હાલમાં આપણે મોબાઇલમાં જે GPSનો ઉપયોગ કરીએ છીએ, તે કોઈ લોકેશનમાં 3થી 5 મીટર સુધીનો તફાવત દર્શાવે છે. નવી ટેક્નોલોજીથી લોકેશનની એક્યુરસી 30 સેન્ટિમીટરથી પણ ઓછી થઈ જશે. એટલે કે જો તમે કોઈના ઘરે જઈ રહ્યા છો તો સીધા તેના ઘર સુધી જ પહોંચી શકશો.

GNSS RTK ટેક્નોલોજી કેવી રીતે કામ કરે છે?

- Advertisement -

મળતી માહિતી અનુસાર, સેટેલાઇટમાંથી મળતા સિગ્નલમાં થોડો ઘણો તફાવત આવી જાય છે. RTK ટેક્નોલોજી આ તફાવતને સુધારે છે અને એકદમ સચોટ લોકેશન જણાવે છે. ખાસ વાત એ છે કે આ ટેક્નોલોજી મોબાઇલમાં રહેલા નોર્મલ એન્ટેના અને મિડિયાટેકના 5G મોડેમ પર કામ કરી શકે છે. એટલે કે અલગથી કોઈ મોંઘા અથવા મુશ્કેલ સાધનની જરૂર પડતી નથી.

GNSS RTK ટેક્નોલોજીનો શું ફાયદો થશે?

- Advertisement -
  • મળતી માહિતી અનુસાર, ભવિષ્યમાં આ ટેક્નોલોજીની મદદથી સેલ્ફ-ડ્રાઇવિંગ કાર, ડિલિવરી ડ્રોન અને ફેક્ટરીઓમાં કામ કરતા રોબોટ્સને ચલાવવા માટે એકદમ સચોટ રસ્તા આપવામાં મદદ મળશે.
  • આ ટેક્નોલોજી બે પદ્ધતિઓ- Unicast અને Broadcast પર કામ કરે છે. એટલે કે એકસાથે હજારો ડિવાઇસને નેટવર્ક ધીમું કર્યા વિના અને એન્ક્રિપ્ટેડ રીતે સચોટ લોકેશન ડેટા મોકલી શકાય છે.

“આ 5G ઇકોસિસ્ટમ માટે એક માઇલસ્ટોન છે. મિડિયાટેક સાથે મળીને અમે ડિવાઇસ મેન્યુફેક્ચરર્સ અને ઇન્ડસ્ટ્રી માટે હાઇ-પ્રિસિઝન લોકેશનને વધુ સરળ બનાવી રહ્યા છીએ. તેનાથી મેન્યુફેક્ચરિંગ, ટ્રાન્સપોર્ટ અને અન્ય ક્ષેત્રોમાં તેનો ઉપયોગ ઝડપી બનશે.” – જોહાન હુલ્ટેલ, એરિક્સન

“એરિક્સન સાથેની આ ભાગીદારી દર્શાવે છે કે કેવી રીતે 5G એડવાન્સ્ડ ટેક્નોલોજી કન્સ્યુમર્સ અને બિઝનેસ બંને માટે નવી વેલ્યુ ઊભી કરી શકે છે. ઇન્ટિગ્રેટેડ-GNSS ધરાવતા અમારા મોડેમ આ ટેક્નોલોજીને સપોર્ટ કરવા માટે તૈયાર છે.” – ડૉ. એચસી હુઆંગ, મિડિયાટેક

એકંદરે, ભવિષ્યમાં લોકેશન માટે યુઝર્સને માત્ર GPS પર નિર્ભર રહેવું પડશે નહીં. GNSS RTK જેવી ટેક્નોલોજીઓ વધુ સચોટતા સાથે લોકોની મદદ માટે તૈયાર થશે. સ્માર્ટફોનમાં આ ટેક્નોલોજી આવવાથી લોકો માટે કોઈ લોકેશન સુધી પહોંચવું વધુ સરળ બની જશે.

Share This Article