Online CIBIL Score Check: ઘરે બેઠા મફતમાં જાણો તમારો CIBIL સ્કોર: Google Pay અને Cred એપથી મિનિટોમાં થશે ચેક, આ રહી સ્ટેપ-બાય-સ્ટેપ પ્રોસેસ

Arati Parmar
3 Min Read

Online CIBIL Score Check: આજના સમયમાં લોન માટે સરળતાથી ઓનલાઇન લોન અરજી કરી શકાય છે. પછી ભલે તમે ઘર ખરીદી રહ્યા હોવ કે પછી કાર, ફોન કે લેપટોપ વગેરે. ભારતમાં મોટાભાગની બેંકો સરળ EMI ઓપ્શન પ્રદાન કરે છે, જેનાથી તમે સરળતાથી લોન માટે અરજી કરી શકો છો. જો કે આવી લોન પર વ્યાજના દર બેંક નક્કી કરે છે. સૌથી ખાસ વાત એ છે કે લોન માટે નક્કી થતો વ્યાજ દર તમારા CIBIL સ્કોરની સાથે-સાથે તમારી ઇન્કમ, એમ્પ્લોયર, લોનના પ્રકાર અને વર્તમાન લોન પોલિસી વગેરે પર આધાર રાખે છે. Credit Information Bureau of India Limited એજન્સી તમને CIBIL સ્કોર પ્રદાન કરે છે. અહીં અમે તમને વિગતવાર જણાવી રહ્યા છીએ કે તમે કેવી રીતે ઘરે બેઠા આરામથી પોતાનો CIBIL સ્કોર ઓનલાઇન કેવી રીતે જોઈ શકો છો.

TransUnion CIBIL પોર્ટલ દ્વારા ઓનલાઇન CIBIL સ્કોર કેવી રીતે કરવો ચેક:

સૌથી પહેલા તમારે TransUnion CIBIL ઓનલાઇન પોર્ટલ પર જવાનું છે. તે પછી સ્ક્રીનની ડાબી બાજુએ રહેલા ફ્રી CIBIL સ્કોર અને રિપોર્ટ બટન પર ટેપ કરવાનું છે. પછી એક નવી સ્ક્રીન ખુલશે જેમાં તમારી પાસે તમારી અંગત માહિતી માંગવામાં આવશે. પોતાનું ઇમેઇલ એડ્રેસ દાખલ કરવાનું છે, તે પછી મોબાઇલ નંબર ટાઇપ કરવાનો છે અને એક પાસવર્ડ ક્રિએટ કરવાનો છે. તે પછી પોતાનું ફર્સ્ટ નેમ દાખલ કરવાનું છે અને લાસ્ટ નેમ દાખલ કરવાનું છે. ડ્રોપડાઉન મેનૂમાંથી આઈડીનો પ્રકાર પસંદ કરવાનો છે, આઈડી નંબર દાખલ કરવાનો છે. તે પછી પોતાની જન્મતારીખ દાખલ કરવાની છે અને પિન કોડ દાખલ કરવાનો છે. દસ્તાવેજો માટે તમે પોતાનું પાન કાર્ડ, પાસપોર્ટ, વોટર આઈડી કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ કે રેશન કાર્ડ દાખલ કરી શકો છો. હવે સ્મોલ બોક્સ પર ટેપ કરીને નિયમો અને શરતો પર સંમતિ આપવાની છે. એક્સેપ્ટ અને કંટીન્યુ બટન પર ક્લિક કર્યા પછી એક નવી સ્ક્રીન ખુલશે જેમાં તમારો લેટેસ્ટ CIBIL સ્કોર દેખાશે.

- Advertisement -

Google Pay દ્વારા ઓનલાઇન CIBIL સ્કોર કેવી રીતે કરવો ચેક:

પોતાના ફોનમાં Google Pay એપ ખોલવાની છે. જો ફોનમાં એપ નથી તો એન્ડ્રોઇડ કે આઇઓએસ ડિવાઇસના આધારે ડાઉનલોડ કરવાની છે. તે પછી એપમાં હોમ પેજ પર નીચે સુધી સ્ક્રોલ કરવાનું છે. ચેક યોર CIBIL સ્કોર ફ્રી બટન પર ક્લિક કરવાનું છે. CIBIL સ્કોર મેનૂની બાજુમાં રહેલા ચેક બટન પર ટેપ કરવાનું છે. પોતાનો CIBIL સ્કોર જોવા માટે સ્ક્રીન પર આપવામાં આવેલા નિર્દેશોને ફોલો કરવાના છે.

Cred એપ દ્વારા ઓનલાઇન CIBIL સ્કોર કેવી રીતે કરવો ચેક:

પોતાના ફોનમાં Cred એપ ખોલવાની છે. હોમ પેજ પર ક્રેડિટ સ્કોર બટન પર ક્લિક કરવાનું છે. Cred એપ પાસે પહેલાથી જ તમારી ક્રેડિટ ડિટેલ્સ હાજર છે. પોતાનો લેટેસ્ટ CIBIL સ્કોર જોવા માટે રિફ્રેશ બટન પર ટેપ કરવાનું છે.

- Advertisement -

આ પણ વાંચો: Excel PDF Conversion Process: ઓફિસ વર્ક માટે કામની ટિપ્સ: Excel શીટને સરળતાથી PDF ફાઇલમાં કેવી રીતે બદલવી? જાણો કન્વર્ટ કરવાની ૩ સરળ રીતો – Newz Cafe

Share This Article