Redmi Note 15 5G price in India: Xiaomi નો નવો Redmi Note 15 5G ફોન ટૂંક સમયમાં ભારતીય બજારમાં લોન્ચ થવાનો છે. કંપનીએ તાજેતરમાં ટીઝર જાહેર કરીને આ સ્માર્ટફોનનું લોન્ચિંગ કન્ફર્મ કરી દીધું છે. સાથે જ તેની લોન્ચ ડેટ પણ જણાવી દીધી છે. ફોન ૬ જાન્યુઆરી, ૨૦૨૬ ના રોજ લોન્ચ થશે. નવા લીક રિપોર્ટમાં અપકમિંગ સ્માર્ટફોનની ખાસ જાણકારી જેવી કે કિંમત, પ્રોસેસર, બેટરી લીક થઈ ગઈ છે. કંપની સ્માર્ટફોનને મિડ રેન્જમાં લાવશે. લોકપ્રિય ટિપ્સટર અભિષેક યાદવે એક્સ (X) પર ટ્વિટ કરીને જણાવ્યું છે કે Redmi Note 15 5G ને ભારતમાં બે વેરિઅન્ટમાં લાવવામાં આવશે. તેની કિંમત ૨૨,૯૯૯ રૂપિયાથી શરૂ થશે.
Redmi Note 15 5G ની કિંમત કેટલી હશે?
જાણીતા ટિપ્સટર અભિષેક યાદવે X (પહેલા ટ્વિટર) પર શેર કરીને રેડમી નોટ ૧૫ ની કિંમત જણાવી છે. તેમણે જણાવ્યું છે કે ભારતમાં Redmi Note 15 5G નું બેઝ મોડલ 8GB રેમ અને 128GB સ્ટોરેજ સાથે આવશે, જેની કિંમત ૨૨,૯૯૯ રૂપિયા હશે. જ્યારે, 8GB રેમ અને 256GB સ્ટોરેજવાળા ટોપ વેરિઅન્ટને ૨૪,૯૯૯ રૂપિયામાં લાવવામાં આવશે. જોકે, હજુ સુધી કંપનીએ ફોનની કિંમત અંગે કોઈ ખુલાસો કર્યો નથી. આ સાથે જ, ભારતમાં બજેટ Redmi Pad 2 5G મોડલ પણ લોન્ચ થઈ શકે છે.
કેવો હશે ફોનનો ડિઝાઇન?
જણાવી દઈએ કે ફોનનો ડિઝાઇન ચીનમાં લોન્ચ થયેલા Note 15 જેવો જ હોઈ શકે છે. લોન્ચિંગ પહેલા જ કંપનીએ ટીઝર જાહેર કરીને જણાવી દીધું છે કે આ સ્માર્ટફોનમાં પાછળની તરફ ૧૦૮MP નો મેઈન કેમેરા હશે. લીક રિપોર્ટ્સનું માનીએ તો Redmi Note 15 5G ફોનમાં Qualcomm Snapdragon 6 Gen 3 પ્રોસેસર આપવામાં આવી શકે છે. ફોનને પાવર આપવા માટે તેમાં ૫,૫૨૦mAh ની મોટી બેટરી મળી શકે છે. આ બેટરી ૪૫W ની વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરી શકે છે.
મોટા ડિસ્પ્લે સાથે આવી શકે છે ફોન
આમાં ૬.૭૭ ઇંચની મોટી AMOLED ડિસ્પ્લે મળવાની આશા છે. તેનું રેઝોલ્યુશન FHD+ અને રિફ્રેશ રેટ ૧૨૦Hz હશે. ફોનમાં ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સ્કેનર મળી શકે છે. આ ઉપરાંત, ફોનમાં IP65 રેટિંગ પણ મળી શકે છે. આવનારા સમયમાં કંપની આ સંબંધિત અન્ય જાણકારીઓ શેર કરી શકે છે. કિંમત અને સેલ ઓફર તો લોન્ચિંગ દરમિયાન જ ખબર પડશે.

