Vivo X300 E લોન્ચ, Snapdragon 8 Gen 5, 7,200mAh બેટરી અને 90W ફાસ્ટ ચાર્જિંગ સાથે આવ્યો સ્માર્ટફોન

Arati Parmar
2 Min Read

Vivo X300 E લોન્ચ કરવામાં આવ્યો છે. સ્માર્ટફોન લેટેસ્ટ Qualcomm Snapdragon 8 Gen 5 પ્રોસેસર, 7,200mAhની મોટી બેટરી અને 90W ફાસ્ટ ચાર્જિંગ જેવા ફીચર્સ સાથે આવે છે. ફોનમાં 144Hz રિફ્રેશ રેટવાળું AMOLED ડિસ્પ્લે, Zeiss-ટ્યુન ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ અને Android 16 આધારિત OriginOS 6 આપવામાં આવ્યું છે. કંપનીનો દાવો છે કે આ ફોન IP68 અને IP69 રેટિંગ સાથે વધુ સારી ડસ્ટ અને વોટર રેઝિસ્ટન્સ પણ પ્રદાન કરે છે.

Vivo X300 E ની શરૂઆતની કિંમત CNY 4,799 (આશરે ₹68,000) રાખવામાં આવી છે, જેમાં 12GB RAM અને 256GB સ્ટોરેજ મળે છે. જ્યારે 12GB RAM + 512GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત CNY 5,299 (આશરે ₹75,000) છે. આ સ્માર્ટફોન 31 જુલાઈથી ચીનમાં Vivoના ઑનલાઇન સ્ટોર દ્વારા વેચાણ માટે ઉપલબ્ધ થશે. કંપનીએ તેને Chen Yehei, Moonlight White અને Sunlight Orange કલર વિકલ્પોમાં રજૂ કર્યો છે.

- Advertisement -

ડિસ્પ્લે

Vivo X300 E માં 6.59-ઇંચનું 1.5K AMOLED ડિસ્પ્લે આપવામાં આવ્યું છે, જેનું રિઝોલ્યુશન 1260×2750 પિક્સલ છે. સ્ક્રીન 144Hz રિફ્રેશ રેટ અને 5,000 નિટ્સ પીક બ્રાઇટનેસને સપોર્ટ કરે છે. આ ઉપરાંત ફોનમાં 3D અલ્ટ્રાસોનિક ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સ્કેનર અને ફેસ અનલૉકનો પણ સપોર્ટ મળે છે.

- Advertisement -

પરફોર્મન્સ

પરફોર્મન્સ માટે ફોનમાં 3nm પ્રોસેસ પર આધારિત Snapdragon 8 Gen 5 ઑક્ટા-કોર પ્રોસેસર આપવામાં આવ્યું છે, જેની સાથે 12GB LPDDR5X RAM અને 512GB સુધી UFS 4.1 સ્ટોરેજનો સપોર્ટ મળે છે. આ સ્માર્ટફોન Android 16 આધારિત OriginOS 6 પર કાર્ય કરે છે.

- Advertisement -

કેમેરા

ફોટોગ્રાફી માટે Vivo X300 E માં Zeiss-ટ્યુન ટ્રિપલ રિયર કેમેરા સિસ્ટમ આપવામાં આવી છે. તેમાં OIS સાથે 50MPનો પ્રાઇમરી કેમેરો, 100x ડિજિટલ ઝૂમ સપોર્ટ સાથે 50MP ટેલિફોટો કેમેરો અને 8MP અલ્ટ્રાવાઇડ કેમેરો સામેલ છે. જ્યારે સેલ્ફી અને વિડિયો કૉલિંગ માટે 50MPનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે.

બેટરી અને કનેક્ટિવિટી

પાવર માટે Vivo X300 E માં 7,200mAhની બેટરી આપવામાં આવી છે, જે 90W વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. કનેક્ટિવિટી માટે તેમાં 5G, Wi-Fi 7, Bluetooth 5.4, USB Type-C, NavIC અને GPS જેવા ફીચર્સ મળે છે. આ ઉપરાંત ફોનમાં IR Blaster પણ આપવામાં આવ્યો છે. સ્માર્ટફોનનું વજન આશરે 199.5 ગ્રામ છે, જ્યારે તેની જાડાઈ 7.79mm છે.

Share This Article