Redmi Note 15 Pro Launch: ૨૦૦MP કેમેરા અને વોટરપ્રૂફ બોડી સાથે લોન્ચ થઈ Redmi Note 15 Pro સિરીઝ, જાણો કિંમત અને ધાંસુ ફીચર્સ

Arati Parmar
3 Min Read

Redmi Note 15 Pro Launch: શાઓમીએ ગુરુવારે REDMI Note 15 Pro 5G સિરીઝને ભારતમાં લોન્ચ કરી દીધી છે. કંપનીએ બે નવા સ્માર્ટફોન REDMI Note 15 Pro+ 5G અને REDMI Note 15 Pro 5G ઉતાર્યા છે. આમાં 200 મેગાપિક્સલનો કેમેરા સિસ્ટમ આપવામાં આવ્યો છે. મીડિયાટેક અને સ્નેપડ્રેગનના પ્રોસેસર છે. પ્રો મોડલમાં 6580mAh ની બેટરી છે, જ્યારે પ્રો પ્લસ મોડલમાં 6500mAh ની બેટરી આપવામાં આવી છે. બંને ફોન્સમાં 6.83 ઇંચનું ક્રિસ્ટલરેસ એમોલેડ ડિસ્પ્લે મળે છે. કોર્નિંગ ગોરિલા ગ્લાસ વિક્ટસ 2 નું પ્રોટેક્શન આપવામાં આવ્યું છે. આ ફોન IP66/68/69/69K રેટિંગ્સ સાથે આવે છે એટલે કે આમાં વોટરપ્રૂફ ફોનની ખૂબીઓ છે. શરૂઆતની કિંમત 26999 રૂપિયા છે.

REDMI Note 15 Pro+ 5G અને REDMI Note 15 Pro 5G ના પ્રાઇસ

REDMI Note 15 Pro+ 5G ની કિંમત 8+256 જીબી મોડલ માટે 34999 રૂપિયા છે. 12+256 જીબી મોડલના ભાવ 36999 રૂપિયા છે. 12+512 જીબી મોડલ 40999 રૂપિયાનો છે. બીજી તરફ, REDMI Note 15 Pro 5G ની કિંમત 8+128 જીબી મોડલ માટે 26999 રૂપિયા છે. 8+256 જીબી વેરિએન્ટ 28999 રૂપિયાનો છે. એચડીએફસી અને એસબીઆઈ બેંક કાર્ડથી ખરીદી પર 3 હજાર રૂપિયાનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ લઈ શકાય છે.

- Advertisement -

REDMI Note 15 Pro+ 5G ના સ્પેસિફિકેશન્સ અને ફીચર્સ

  • ડિસ્પ્લે: 6.83 ઇંચનું ક્રિસ્ટલરેસ એમોલેડ ડિસ્પ્લે, 3,200 નિટ્સની પીક બ્રાઇટનેસ, ટ્રિપલ ટીયુવી સર્ટિફિકેશન

  • પ્રોસેસર: સ્નેપડ્રેગન 7એસ જેન4

  • રેમ-સ્ટોરેજ: 8/12 અને 256/512

  • ઓપરેટિંગ સિસ્ટમ: એન્ડ્રોઇડ 15 પર બેઝ્ડ હાઇપર ઓએસ

  • કેમેરા: 200 મેગાપિક્સલ કેમેરા ઓપ્ટિકલ ઇમેજ સ્ટેબિલાઇઝેશન સપોર્ટ સાથે, 8 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઇડ કેમેરા અને 32 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા

  • બેટરી: 6500mAh બેટરી, 6 વર્ષની બેટરી લાઇફ, 45 વૉટ ચાર્જિંગ

  • અન્ય ફીચર્સ: IP66/68/69/69K રેટિંગ્સ

REDMI Note 15 Pro 5G ના સ્પેસિફિકેશન્સ અને ફીચર્સ

  • ડિસ્પ્લે: 6.83 ઇંચનું ક્રિસ્ટલરેસ એમોલેડ ડિસ્પ્લે, 3,200 નિટ્સની પીક બ્રાઇટનેસ, ટ્રિપલ ટીયુવી સર્ટિફિકેશન

  • પ્રોસેસર: મીડિયાટેક ડાયમેન્સિટી 7400 અલ્ટ્રા

  • રેમ-સ્ટોરેજ: 8GB અને 128/256GB

  • ઓપરેટિંગ સિસ્ટમ: એન્ડ્રોઇડ 15 પર બેઝ્ડ હાઇપર ઓએસ

  • કેમેરા: 200 મેગાપિક્સલ કેમેરા ઓપ્ટિકલ ઇમેજ સ્ટેબિલાઇઝેશન સપોર્ટ સાથે, 8 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઇડ કેમેરા અને 20 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા

  • બેટરી: 6580mAh, 6 વર્ષની બેટરી લાઇફ, 45 ચાર્જિંગ

  • અન્ય ફીચર્સ: IP66/68/69/69K રેટિંગ્સ

કલર વેરિએન્ટ અને ઉપલબ્ધતા

REDMI Note 15 Pro+ 5G ને કોફી મોચા, મિરાજ બ્લુ અને કાર્બન બ્લેક કલર્સમાં લાવવામાં આવ્યો છે. જ્યારે પ્રો મોડલને સિલ્વર એશ, મિરાજ બ્લુ અને કાર્બન બ્લેક કલરમાં રજૂ કરવામાં આવ્યો છે. આનું વેચાણ ઓનલાઇન અને ઓફલાઇન 4 ફેબ્રુઆરીથી થશે.

શું સારું, શું એવરેજ?

REDMI Note 15 Pro 5G ના ફીચર્સ પ્રભાવિત કરે છે. કંપનીએ બેટરી ટકાવ બનાવવા પર કામ કર્યું છે. ડિસ્પ્લે, ચિપસેટ અને કેમેરા આ ફોન્સની સારી ખૂબીઓ છે, પરંતુ ડિઝાઈન મામલે રેડમીએ અપગ્રેડ થવું જોઈએ. વીવો-ઓપો જેવી કંપનીઓની સરખામણીમાં ડિઝાઈનમાં ‘વાઉ ફેક્ટર’ મિસિંગ છે. આ ઉપરાંત, એન્ડ્રોઇડ 15 પણ આ ફોનની એક ઉણપ છે.

- Advertisement -
Share This Article