Reliance Jio joins Trusted Tech Alliance: રિલાયન્સ જીઓ (Reliance Jio) એ વૈશ્વિક સ્તરે વધુ એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. મ્યુનિક સિક્યુરિટી કોન્ફરન્સમાં દુનિયાની 15 દિગ્ગજ ટેક કંપનીઓ, જેમાં Google, Microsoft અને Amazon સામેલ છે, તેમણે મળીને ટ્રસ્ટેડ ટેક એલાયન્સ (TTA) ની રચના કરી છે. ભારતમાંથી જિઓ આ એલાયન્સનું એકમાત્ર સભ્ય છે.
એલાયન્સનો મુખ્ય ઉદ્દેશ્ય:
આ ગઠબંધનનો લક્ષ્ય AI, 5G અને ક્લાઉડ ટેકનોલોજી માટે સુરક્ષિત અને ભરોસાપાત્ર નિયમો બનાવવાનો છે, જેથી ડેટા ચોરીનો ખતરો નાબૂદ થાય અને વૈશ્વિક સ્તરે ટેકનોલોજીને પારદર્શક બનાવી શકાય.
મુખ્ય મુદ્દાઓ:
સભ્ય કંપનીઓ: આ એલાયન્સમાં એમેઝોન વેબ સર્વિસીસ, માઇક્રોસોફ્ટ, ગૂગલ ક્લાઉડ, એરિક્સન, નોકિયા, SAP અને NTT જેવી કુલ 15 વૈશ્વિક કંપનીઓ સ્થાપક સભ્યો તરીકે સામેલ છે.
જિઓનો સંકલ્પ: જિઓ પ્લેટફોર્મ્સના CEO કિરણ થોમસે જણાવ્યું કે, વૈશ્વિક ડિજિટલ વિકાસ માટે સુરક્ષિત અને પારદર્શક ટેકનોલોજી અનિવાર્ય છે. જિઓ આ ભાગીદારી દ્વારા ભવિષ્યની ઇન્ટરનેટ કનેક્ટિવિટી અને AI સિસ્ટમને વધુ વિશ્વસનીય બનાવશે.
ગ્લોબલ સ્ટેજ પર ભારતનો દબદબો: એક્સપર્ટ્સનું માનવું છે કે જિઓની સામેલગીરીથી ભારતને વૈશ્વિક ડિજિટલ સ્ટાન્ડર્ડ્સ નક્કી કરવામાં મહત્વની ભૂમિકા મળશે. આનાથી ભારતમાં ક્લાઉડ અને 5G સેવાઓની વિશ્વસનીયતા વધશે.
એલાયન્સના 5 મુખ્ય સિદ્ધાંતો:
કંપની ચલાવવાની પ્રામાણિક પદ્ધતિઓ.
સુરક્ષાની સમયાંતરે તપાસ.
મજબૂત સપ્લાય ચેઈન નેટવર્ક.
સહયોગી કાર્ય પ્રણાલી.
કાયદા મુજબ ડેટા સુરક્ષા.

