UPI Privacy Rules: UPI માં મોટો ફેરફાર! હવે પેમેન્ટ વખતે નહીં દેખાય સંપૂર્ણ મોબાઇલ નંબર

Arati Parmar
2 Min Read

UPI Privacy Rules: NPCI લાવશે નવો નિયમ, ડિજિટલ પેમેન્ટ બનશે વધુ સુરક્ષિત

UPI Privacy Rules: ડિજિટલ પેમેન્ટ કરનારા લોકો માટે મોટા સમાચાર છે. વાસ્તવમાં, NPCI તમારા ડિજિટલ ડેટા અને પ્રાઇવસીને લઈને મોટું પગલું ભરી શકે છે. અહેવાલો અનુસાર, ભારતમાં ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન કાયદાનો અમલ કરવા માટે NPCI મુખ્ય UPI એપ્સ અને બેંકો સાથે ચર્ચા કરી રહ્યું છે. અહીં NPCIનો હેતુ ગ્રાહકોના મોબાઇલ નંબર અને વ્યક્તિગત માહિતી સુરક્ષિત રાખવાનો છે, જેથી તેનો કોઈપણ રીતે ખોટો ઉપયોગ ન થઈ શકે.

અહીં નોંધવા જેવી વાત એ છે કે NPCI પહેલેથી જ પેમેન્ટ એપ્સને લોકોના મોબાઇલ નંબર છુપાવવા અંગેના નિર્દેશો આપી ચૂક્યું છે. આવી સ્થિતિમાં કોઈ અજાણી વ્યક્તિને પેમેન્ટ કરનારનો સંપૂર્ણ નંબર દેખાશે નહીં.

- Advertisement -

શા માટે થયો ફેરફાર

UPI પેમેન્ટ માટે સામાન્ય રીતે મોબાઇલ નંબરનો મુખ્યત્વે ઉપયોગ કરવામાં આવે છે. સુરક્ષાના દૃષ્ટિકોણથી આવું કરવામાં આવે છે, પરંતુ પ્રાઇવસી માટે તે મોટું જોખમ પણ બની શકે છે.

- Advertisement -

આ મુદ્દે સોશિયલ મીડિયા પર અનેક મહિલા વપરાશકર્તાઓ દ્વારા ઓળખ અને સુરક્ષા સંબંધિત ઘણી ફરિયાદો નોંધાવવામાં આવી હતી.

આ જ કારણ છે કે NPCI ડેટા પ્રોટેક્શન કાયદા હેઠળ મોબાઇલ નંબર અને સંપૂર્ણ નામ જેવી માહિતીને સુરક્ષિત રાખવા પર ભાર મૂકી રહ્યું છે.

- Advertisement -

નહીં દેખાય સંપૂર્ણ ફોન નંબર

અહેવાલ અનુસાર, NPCI પેમેન્ટ એપ્સને ગ્રાહકોના ફોન નંબર છુપાવવા માટેના આદેશો આપી ચૂક્યું છે.

ત્યારબાદ કોઈપણ ટ્રાન્ઝેક્શન દરમિયાન વપરાશકર્તાનો સંપૂર્ણ મોબાઇલ નંબર અજાણી વ્યક્તિને દેખાશે નહીં.

આથી વપરાશકર્તાઓની પ્રાઇવસી ઘણાં અંશે વધુ મજબૂત બનશે અને સાયબર છેતરપિંડી અથવા નંબરના ખોટા ઉપયોગ જેવી ઘટનાઓ પર પણ સરળતાથી નિયંત્રણ મેળવી શકાશે.

લોકોને તેનાથી શું લાભ થશે?

NPCI હાલમાં તમામ મોટી બેંકો અને ગૂગલ પે, ફોનપે જેવી UPI એપ્સ સાથે મળીને મજબૂત સિસ્ટમ તૈયાર કરી રહ્યું છે.

અહેવાલો અનુસાર, નવા સુરક્ષિત અને ખાનગી સિસ્ટમમાં કોઈપણ પ્રકારની ખામી ન રહે તે માટે દરેક ભાગીદારની જવાબદારી સ્પષ્ટ કરવામાં આવી રહી છે.

આથી સામાન્ય લોકોને લાભ એ થશે કે ભવિષ્યમાં થનારી UPI અથવા ડિજિટલ પેમેન્ટ વધુ સુરક્ષિત અને ખાનગી બનશે.

ખાસ કરીને મહિલાઓ સહિત કોઈપણ વ્યક્તિને પોતાનો મોબાઇલ નંબર અજાણ્યા લોકો સુધી પહોંચી જવાનો ભય રહેશે નહીં.

Share This Article