મમતા બેનરજી સ્પીકર મુદ્દે `ઈન્ડિયા’ મોરચાથી નારાજ

Reena Brahmbhatt
1 Min Read

નવી દિલ્હી, તા. 25 : લોકસભાના અધ્યક્ષની ચૂંટણી માટે ઈન્ડિયા જોડાણ તરફથી કે. સુરેશે ઉમેદવારી નોંધાવ્યાના તુરંત બાદ જ જોડાણને ઝાટકો આપતાં ટીએમસીએ અલગ વલણ અપનાવતાં એક તરફી નિર્ણય ગણાવ્યો હતો. એક મીડિયા હેવાલ મુજબ, મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જીએ જણાવ્યું હતું કે, અધ્યક્ષ મામલે અમારી કોઈ ચર્ચા થઈ નથી અને માત્ર એક તરફી ફેંસલો લેવાયો છે. ટીએમસીના આ નિવેદનથી વોટિંગ પહેલાં જ વિપક્ષ સામે મુશ્કેલી ઊભી થઈ છે. નોંધનીય છે કે, આંકડાકીય રીતે ભાજપ પાસે 240 બેઠક છે અને તેના નેતૃત્વવાળા એનડીએ પાસે કુલ 300 સાંસદનું સમર્થન છે, તેથી લોકસભાના અધ્યક્ષ પદે ઓમ બિરલાની જીત નક્કી મનાઈ રહી છે.

k suresh

- Advertisement -
Share This Article