વડોદરાઃ પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના સંયુક્ત દરોડા, ભેળસેળવાળું ઘી ઝડપાયું

Reena Brahmbhatt
2 Min Read

વડોદરાની બંસીધર ડેરીમાંથી 100 કિલોથી વધુ શંકાસ્પદ ઘી ઝડપાયું, શહેરવાસીઓના આરોગ્ય સાથે રમત

વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલી ખાનગી ડેરીમાં મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસે સંયુક્ત દરોડો પાડી 100 કિલો શંકાસ્પદ ડુપ્લીકેટ ઘી જપ્ત કર્યું છે. મ્યુનિસિપલ હેલ્થ વિભાગના ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે અને નમૂના લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.

- Advertisement -

adulterated ghee bhelselyu ghee

પોલીસ અને મહાનગરપાલિકાની ટીમોએ ફરી એકવાર શહેરના લોકોના આરોગ્ય સાથે રમત રમી રહેલા તત્વો સામે કાર્યવાહી શરૂ કરી છે. ગોત્રી વિસ્તારમાં આવેલી રામેશ્વર સ્કૂલ પાસે આવેલી બંસીધર ડેરીમાં આજે સવારે ગોત્રી પોલીસ અને મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગના ફૂડ સેફ્ટી વિભાગની ટીમો દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન ડેરીમાંથી શંકાસ્પદ ડુપ્લીકેટ ઘીનો મોટો જથ્થો મળી આવ્યો હતો. ઘીનો આ જથ્થો ઘરમાં છુપાવીને રાખવામાં આવ્યો હતો.

- Advertisement -

પાલિકાના આરોગ્ય વિભાગના ફૂડ સેફ્ટી વિભાગની ટીમ સાથે પોલીસે બંસીધર ડેરીમાં દરોડો પાડતાં ડેરીમાં કામ કરતા સંચાલકો અને કર્મચારીઓ ચોંકી ઉઠ્યા હતા. તપાસ દરમિયાન ટીમોને ઘીનો શંકાસ્પદ જથ્થો મળી આવ્યો હતો. આ ઘીમાં ઉપયોગમાં લેવાતા ઘટકો વિશે હજુ સુધી કોઈ માહિતી નથી. જો કે રિપોર્ટ બાદ ચોંકાવનારી માહિતી સામે આવે તેવી શક્યતા નકારી શકાતી નથી.

આ વિસ્તારના લોકો છેલ્લા કેટલાક સમયથી ગોત્રી વિસ્તારમાં ચાલતી ડેરીમાંથી દૂધ અને ઘી સહિતની વિવિધ વસ્તુઓ ખરીદતા હતા. આજે આ ડેરીમાંથી શંકાસ્પદ ડુપ્લીકેટ ઘીનો જંગી જથ્થો મળી આવતા ચકચાર મચી ગઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર બંસીધર ડેરી મેનેજમેન્ટ લાયસન્સ વગર ધંધો કરી રહી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

- Advertisement -
Share This Article