ચાંદીપુરા વાયરસથી ગુજરાતમાં મૃત્યુ આંક 53 પર પહોંચ્યો, 131 શંકાસ્પદ કેસ

Reena Brahmbhatt
2 Min Read

અમદાવાદઃ ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના(Chandipura virus)અત્યાર સુધી કુલ 131 શંકાસ્પદ કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ પંચમહાલમાં 15 શંકાસ્પદ કેસ નોંધાયા છે. શંકાસ્પદ પૈકી 47 કેસ હાલ પોઝિટિવ છે. ત્યારે ચાંદીપુરાના કારણે રાજ્યમાં 53 દર્દીના મોત થયા છે. હોસ્પિટલમાં 38 દર્દીઓ હાલ સારવાર હેઠળ અને અત્યાર સુધી 40 દર્દીઓ સાજા થયા છે.

રાજ્યમાં શંકાસ્પદ કુલ 131 પૈકી સૌથી વધુ પંચમહાલમાં 15 કેસ

- Advertisement -

રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ વાયરલ એન્કેફેલાઇટીસના કુલ 131 કેસો નોંધાયા છે જેમાં સાબરકાંઠા-12, અરવલ્લી-સાત, મહીસાગર-બે, ખેડા-સાત, મહેસાણા-સાત, રાજકોટ-છ, સુરેન્દ્રનગર-પાંચ, અમદાવાદ કોર્પોરેશન-12, ગાંધીનગર-છ, પંચમહાલ-15, જામનગર-છ, મોરબી-પાંચ, ગાંધીનગર કોર્પોરેશન-ભણ, છોટાઉદેપુર- બે, દાહોદ-ત્રણ, વડોદરા-છ, નર્મદા-બે, બનાસકાંઠા-પાંચ, વડોદરા કોર્પોરેશન-બે, ભાવનગર અને દેવભૂમિ દ્વારકા-એક-એક, રાજકોટ કોર્પોરેશન, કચ્છ-ચાર, સુરત કોર્પોરેશન-બે, ભરૂચ-ત્રણ, અમદાવાદ-એક, જામનગર કોર્પોરેશન તેમજ પોરબંદર-એક સામેલ છે.

HOSPITAL BAD CHANDIPURA VIRUS

- Advertisement -

રાજ્યમાં કુલ 47 કેસ પોઝિટિવ

જ્યારે 131 શકંકાસ્પદ પૈકી સાબરકાંઠા-છ, અરવલ્લી-ત્રણ, મહીસાગર-એક, ખેડા-0ચાર મહેસાણા-ચાર, રાજકોટ-બે, સુરેન્દ્રનગર-, અમદાવાદ કોર્પોરેશન-ત્રણ, ગાંધીનગર-એક, પંચમહાલ-સાત, જામનગર-એક, મોરબી-એક, દાહોદ-એક, વડોદરા-એક, બનાસકાંઠા, દેવભૂમિ દ્વારકા, રાજકોટ કોર્પોરેશન-એક-એક, કચ્છ-બે, સુરત કોર્પોરેશન-એક, ભરૂચ-એક, તેમજ પોરબંદર-એક શાથે ચાંદીપુરા કુલ 47 કેસ પોઝિટિવ મળી આવ્યા છે.

- Advertisement -

કુલ 43,414 ઘરોમાં સર્વિલન્સની કામગીરી કરવામાં આવી

રાજ્ય આરોગ્યની ટીમ દ્વારા પોઝીટીવ અને શંકાસ્પદ મળેલા દર્દીના ઘર અને આસપાસનાં વિસ્તારના ઘરો મળીને કુલ 43,414 ઘરોમાં સર્વિલન્સની કામગીરી કરવામાં આવી છે. અત્યાર સુધી કુલ 5,61,836 કાચા ઘરોમાં મેલેથિયોન પાવડરથી ડસ્ટિંગ કામગીરી કરવામાં આવી છે. કુલ 1,21,526 કાચા ઘરોમાં સ્પ્રેઇંગ કામગીરી કરવામાં આવી છે. કુલ 23,771 શાળામાં મેલેથિયોન પાવડરથી ડસ્ટિંગ અને કુલ 3,508 શાળામાં સ્પ્રેઇંગ કામગીરી કરવામાં આવી છે. કુલ 27,976 આંગડવાડીમાં મેલેથિયોન પાવડરથી ડસ્ટિંગ અને કુલ 3,542 આંગડવાડીમાં સ્પ્રેઇંગ કામગીરી કરવામાં આવી છે.

Share This Article